Advertisement

જૂનાગઢમાં મેઘો અનરાધાર / જિલ્લાના તમામ જળાશયોમાં થઇ નવા નીરની આવક,

03:01 PM Sep 13, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો. મોડી રાત્રિથી જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક અવિરત તો ક્યાંક અતિ ભારે વરસાદ ખાબક્યો. જૂનાગઢના વિસાવદર પંથકમાં 8 ઇંચ વરસાદ વરસતા સમગ્ર પંથક જળબંબાકાર થયો. બીજી તરફ ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ જળાશયોમાં નવા નીરની આવક થઇ. આ ઉપરાંત જૂનાગઢમાં 5 ઇંચ, કેશોદ માંગરોળ વંથલી અને ભેંસાણમાં 3-3 ઇંચ વરસાદ વરસ્યો.

જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદને લીધે નરસિંહ મહેતા સરોવર છલકાયું હતું. ગિરનાર પર્વત પર અવિરત મેઘમહેર યથાવત્ છે. ચોમાસાની સિઝનમાં પ્રથમવાર નરસિંહ મહેતા સરોવર ઓવરફલો થયું હતું. જ્યારે વિલિગ્ડન ડેમ ઓવરફલો થતા જૂનાગઢમાં ખુશી જોવા મળી હતી.

જૂનાગઢમાં અવિરત વરસાદને કારણે દામોદર કુંડમાં ઘોડાપુર આવ્યું. ગિરનાર પંથકમાં ભારે વરસાદને કારણે દામોદર કુંડમાં ઘોડાપુર આવ્યું. જૂનાગઢ પંથકમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે.

જુનાગઢ માંગરોળ પંથકમાં પણ વીતી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. માંગરોળના ફુલરામા ઘેડ સહીતના ગામોમાં પૂરના પાણી ભરાયા છે. માંગરોળના ઘેડ પંથક બેટમાં ફેરવાઇ ચૂક્યો છે.

Advertisement

જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદને લીધે કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉંચાઈ પરથી શુટ કરાયેલો કાળવા નદીના વીડિયો સામે આવ્યો હતો. જેમાં નદીનું રૌદ્વ સ્વરૂપ સ્પષ્ટ જોઈ શકાય છે. ગત રાત્રીથી ગિરનાર પર વરસાદને લીધે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના લીધે જૂનાગઢ શહેરમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે.

જૂનાગઢના વિસાવદરમાં 2 કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબકતા વિસાવદર પંથકની અનેક નદીઓમાં ઘોડાપુર આવ્યા. વિસાવદરમાં રાત્રે 10 વાગ્યાથી લઇને બપોરે 12 વાગ્યા સુધીમાં 15 ઇંચ વરસાદ પડતા ધારાસભ્ય સહિતના આગેવાનો શહેરમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા દોડ્યા. વિસાવદરના આંબાજળ. ધ્રાફડ સહિતના ડેમોમાં પાણીની પુષ્કળ આવક થઇ છે.

જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદને લીધે હસનાપુર ડેમ ઑવરફલો થયો હતો. ગિરનાર પર વરસેલા ભારે વરસાદને લીધે ગિરિમાળામાં આવેલો હસનાપુર ડેમમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થતા ડેમ છલકાઈ ગયો હતો. સમગ્ર જૂનાગઢ શહેરને પાણી પૂરા પાડતા તમામ જળસ્ત્રોત છલકાઈ ઉઠયા છે. જૂનાગઢમાં એકીસાથે વિલિંગ્ડન ડૅમ, નરસિંહ મહેતા સરોવર, હસનાપુર ડેમ ઓવરફલો થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

જૂનાગઢના આણંદપુર ગામ નજીક ઓજત નદીમાં કાર ખાબકી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. કારમાં સવાર એક શખ્સને સામાન્ય ઈજા પહોંચી હતી. બાદમાં ક્રેઈન વડે કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

ALSO READ:

The post જૂનાગઢમાં મેઘો અનરાધાર / જિલ્લાના તમામ જળાશયોમાં થઇ નવા નીરની આવક, appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next