Advertisement

જૂનાગઢ / એક સમયનો એશિયાનો સૌથી મોટો ઓઇલ પ્લાન્ટ બંધ અવસ્થામાં, પડતર જમીન પર એરપોર્ટ બનાવવાની માંગ

11:32 PM Sep 02, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

જૂનાગઢમાં એશિયાનો સૌથી મોટો તેલનો પ્લાન્ટ હતો તે બે દાયકાથી બંધ થયો છે. હવે આ ખંડેર ઓઇલ મિલ દીપડાઓનું આશ્રય સ્થાન બની છે. ત્યારે વર્ષોથી આ જમીન પર એરપોર્ટ બનાવાની માંગણી પણ અધ્ધરતાલ છે.

જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ ગ્રોફેડ સંચાલિત તેલ પ્લાન્ટ એશિયાનો સૌથી મોટો અને આધુનિક પ્લાન્ટ હતો. પરંતુ તે વખતની સરકારની ઉપેક્ષા વૃત્તિને લીધે હજારો લોકોને રોજગારી આપતો પ્લાન્ટ બે દાયકાથી બંધ થઈ ગયો છે. આ પ્લાન્ટ બંધ થવાથી તેની તમામ મશીનરીઓની પણ જે તે સમયે હરાજી થઈ ચૂકી છે અને હવે માત્ર જમીન જ બચી છે. હવે આ જમીન પર ગાંડા બાવળોનું જંગલ બની ગયું છે અને ત્યાં દીપડાઓએ પોતાનું સ્થાન બનાવી દીધું છે.

પ્લાન્ટમાંથી દૈનિક 400 મેટ્રિક ટન ખાધતેલનું ઉત્પાદન થતુ

ગુજરાતમાં 1984માં ઓપરેશન ફ્લોથી શ્વેત ક્રાંતિ કરવામાં આવી હતી. આ શ્વેત ક્રાંતિની જેમ ગોલ્ડન ફ્લો દ્વારા ખાદ્યતેલમાં સોનાની ક્રાંતિ લાવવાનું આયોજન હતું. જેના અનુસંધાને જૂનાગઢના ગાંધીગ્રામમાં ગુજરાત કો ઓપરેટિવ ઓઈલ સીડસ ગ્રોવર્સ ફેડરેશન દ્વારા એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો. જૂનાગઢના તેલ પ્લાન્ટમાંથી દૈનિક 400 મેટ્રિક ટન ખાધતેલનું ઉત્પાદન થતુ હતું. ગ્રોફેડ મિલમાં ૫૦૦થી વધુ લોકોને સીધી તેમજ પાંચ હજારથી વધુ લોકોને પરોક્ષ રીતે રોજગારી મળતી હતી..

સરકારની ઉપેક્ષાના કારણે પ્લાન્ટમાં ખોટ

જે-તે સમયે સરકારની પ્લાન્ટ પ્રત્યેની ઉપેક્ષા તેમ જ અન્ય નિયંત્રણોના કારણે આ પ્લાન્ટ ખોટના ખાડામાં ધકેલાઈ ગયો અને અંતે પ્લાન્ટના મેન્ટેનન્સ માટેના પણ નાણા ઉપલબ્ધ ન હતા અને આખરે જૂનાગઢનો આ પ્લાન્ટ બંધ થઈ ગયો.

Advertisement

થોડા સમય પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા સહકાર મંત્રાલય બનાવવામાં આવ્યું છે, ત્યારે જૂનાગઢમાં કોઈ મોટો ઉદ્યોગ ન હોવાથી સ્થાનિક કક્ષાએ રોજગારી ઉપલબ્ધ બનતી નથી. આથી આવા કોઈ પ્લાન્ટ ઊભા કરી ઉદ્યોગ ક્ષેત્રે પછાત એવા જુનાગઢ માટે કંઈ નવું આયોજન કરવામાં આવે એ જરૂરી છે. જે તે સમયે પણ જૂનાગઢમાં પ્રવાસીઓ આવતા હતા અને હવે જુનાગઢ ધીમે ધીમે ટૂરિઝમ માટેનું હબ બનતું જઈ રહ્યું છે, ત્યારે એરપોર્ટ જુનાગઢ માટે ખૂબ જ જરૂરી બની ગયું છે.

Read Also

The post જૂનાગઢ / એક સમયનો એશિયાનો સૌથી મોટો ઓઇલ પ્લાન્ટ બંધ અવસ્થામાં, પડતર જમીન પર એરપોર્ટ બનાવવાની માંગ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next