Advertisement

બોલીવૂડ અભિનેત્રી જૂહી ચાવલાએ 5G ટેસ્ટિંગ વિરુદ્ધ હાઈકોર્ટમાં નાંખ્યા ધામા, સરકાર આ બાબતની કરે સ્પષ્ટતા

06:02 PM May 31, 2021 | Harshad Patel |
Advertisement

GSTV

દુનિયાભરમાં 5જી ટેસ્ટિંગને લઈને વિવિધ પ્રકારની વાતો સાંભળવા મળી રહી છે. કેટલાક લોકો ફાયદા બતાવે છે તો કેટલાકનું માનવું છે કે આનું ટેસ્ટિંગ ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. દેશ અને દુનિયામાં લોકો અલગ અલગ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી જૂહી ચાવલાએ પણ આ બાબતને લઈને ચિંતા વ્યક્ત કરી છે. અને દેશમાં 5G ટેસ્ટિંગ વિરુદ્ધ પોતાનો અવાજ બુલંદ કર્યો છે.

5 જી વાયરલેસ નેટવર્કથી કિરણોત્સર્ગની વિઘાતક અસર

હવે બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી જૂહી ચાવલાએ સોમવારે દેશભરમાં 5 જી વાયરલેસ નેટવર્કની સ્થાપિત કરવા વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે. જુહીએ અરજીમાં દાવો કર્યો છે કે 5 જી વાયરલેસ નેટવર્કથી લોકો ઉપરાંત પ્રાણીઓ, વનસ્પતિ અને જીવો પર કિરણોત્સર્ગ( રેડિયેશન)ની વિઘાતક અસર થઈ રહી છે. જસ્ટિસ સી. હરિ શંકરે આ અરજીની સુનાવણીથી પોતાને દૂર કરી લીધા છે. તેમણે આ મામલો બીજી બેંચ સમક્ષ સ્થાનાંતરિત કરતી વખતે આગામી સુનાવણી માટે 2 જૂનની તારીખ નક્કી કરી કરી દીધી છે.

હાલનાં કિરણોત્સર્ગ કરતા 10 થી 100 ગણાથી વધું

ફિલ્મ અભિનેત્રી ચાવલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જો ટેલીકોમ ઉદ્યોગની 5 જી માટેની યોજના સફળ થાય છે, તો એવી કોઈ વ્યક્તિ, પશુ, પક્ષી, જંતુ, ઝાડનો છોડ નહીં હોય જે દિવસનાં 24 કલાક અને વર્ષનાં 365 દિવસ આરએફ વિકિરણનાં સ્તરથી બચવા સક્ષમ હશે, જે હાલનાં કિરણોત્સર્ગ કરતા 10 થી 100 ગણાથી વધું છે.

પૃથ્વીની તમામ ઇકોસિસ્ટમ્સને કાયમી નુકસાન થશે

પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે 5 જી જ્યાં લોકો પર ગંભીર અસર કરશે, ત્યાં જ પૃથ્વીની તમામ ઇકોસિસ્ટમ્સને કાયમી નુકસાન થશે. અભિનેત્રી વતી એડવોકેટ દીપક ખોસલાએ અરજીમાં કહ્યું છે કે સક્ષમ ઉચ્ચ અમલદારો / અધિકારીઓને તે પ્રમાણિત કરવાનાં નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે, કે 5 જી ટેકનોલોજી લોકો, બાળકો, પ્રાણીઓ અને દરેક પ્રકારના પ્રાણીસૃષ્ટિ, વનસ્પતિ માટે સલામત છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Advertisement

The post બોલીવૂડ અભિનેત્રી જૂહી ચાવલાએ 5G ટેસ્ટિંગ વિરુદ્ધ હાઈકોર્ટમાં નાંખ્યા ધામા, સરકાર આ બાબતની કરે સ્પષ્ટતા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next