Advertisement

જગતના તાતની વ્યથા / અપૂરતી વીજળીને કારણે ખેડૂતોમાં પારાવાર રોષ, નજર સામે સુકાઈ જાય છે પાક અને ખેડુ બિચારો લાચાર

11:00 PM Oct 22, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

જેતપુર તાલુકાના ગ્રામ્ય પંથકના ખેડૂતો પાસે પીયત માટે પાણી છે. પરંતુ અપૂરતી વીજળીની સમસ્યાના કારણે ખેડૂતોને પારવાર તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે ખેડૂતોએ સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા.

નજર સામે કૂવામાં પાણી હોય પણ જો વીજળી જ પુરતા પ્રમાણમાં ન મળે તો ખેડૂત બિચારો કરે તો કરે શું. જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પુરતા પ્રમાણમાં ખેડૂતોને વીજળી મળી રહી નથી. ખેડૂતો જો વીજ કચેરીએ ફોન કરે તો તેમને લોડ સેટીંગના બહાના બતાવી દેવાય છે. પણ ખેડૂતોનો આક્ષેપ છેકે હકિકતમાં વીજળીની જ અછત સર્જાઇ છે અને ખેડૂતોને લોડ સેટીંગના નામે અપૂરતો વીજ પુરવઠો આપીને હેરાન પરેશાન કરવામાં આવે છે.

જેતપુર તાલુકાના ગ્રામ્ય પંથકના મોટાભાગના ગામોમાં આ રીતે ઓછી વીજળી મળતી હોવાની ખેડૂતોની ફરિયાદ છે ત્યારે સવાલ થાય કે અત્યારે ઓછા ખેડૂતો વીજળીનો વપરાશ કરી રહ્યા છે હવે શિયાળુ સિઝન શરૂ થવા જઇ રહી છે. ત્યારે વધુ ખેડૂતો વીજ વપરાશ કરશે ત્યારે શું પરિસ્થિતી સર્જાશે તેની કલ્પના માત્રથી ખેડૂતોની અત્યારથી ચિંતા વધી ગઇ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post જગતના તાતની વ્યથા / અપૂરતી વીજળીને કારણે ખેડૂતોમાં પારાવાર રોષ, નજર સામે સુકાઈ જાય છે પાક અને ખેડુ બિચારો લાચાર appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next