Advertisement

ઉત્સવ/ શામળાજી મંદિરમાં જન્માષ્ટમીની તૈયારીઓને અપાયો આખરી ઓપ, દર્શનાર્થીઓ માટે આ છે ગાઇડલાઇન

01:04 PM Aug 29, 2021 | Bansari |
Advertisement

GSTV

અરવલ્લી જિલ્લ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં જન્માષ્ટમીને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ વર્ષે મંદિરમાં સરકારી ગાઈડલાઈન હેઠળ ઉજવણી કરવામાં આવશે. વિષ્ણુ મંદિરના શિખર અને ગર્ભગૃહને અવનવી રોશનીથી શણગારવામાં આવ્યું છે. આ વર્ષે મહોત્સવની ઉજવણી સરકારી એસઓપી મુજબ કરવામાં આવશે.

કોરોના ગાઇડલાઇનનું કરવું પડશે પાલન

દર વર્ષે જન્માષ્ટમીના દિવસે યોજાતી શોભાયાત્રા અને મટકી ફોડનો કાર્યક્રમ ચાલુ વર્ષે રદ્દ છે. મંદિરના ગર્ભગૃહમાં 200 ભક્તોને તબક્કા પ્રમાણે દર્શન માટે પ્રવેશ અપાશે. દરેક ભક્તોને ફરજિયાત માસ્ક, સેનેટાઇઝ અને સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવશે. ભગવાનના જન્મ સમયની આરતી વખતે મંદિરનો સેવકગણ અને પૂજારીને જ પ્રવેશ આપવામાં આવશે. મહત્વનું છે કે, ગત વર્ષે કોરોનાને લીધે મંદિર ભાવિકો માટે બંધ રખાયું હતું.

સોમનાથમાં ઉમટ્યુ ઘોડાપૂર

શીતળા સાતમ અને તહેવારોની સિઝનને લઇ સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતુ.તહેવારોની રજા અને પવિત્ર શ્રાવણ માસમાં ભાવિકો સોમનાથ તરફ વળ્યા છે.વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કરતા લાગી હતી.ભક્તિભાવ વચ્ચે કોરોના ભુલાયો હતો.લોકોએ કોરોનાની ગાઇડ લાઇનનો ભંગ કરીને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા.કેટલાક લોકોએ માસ્ક પહેર્યો હતો.અન્ય યુવકોએ માત્ર દેખાવ પુરતો જ માસ્ક મોં પર લગાવ્યો હતો.

Read Also

The post ઉત્સવ/ શામળાજી મંદિરમાં જન્માષ્ટમીની તૈયારીઓને અપાયો આખરી ઓપ, દર્શનાર્થીઓ માટે આ છે ગાઇડલાઇન appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next