Advertisement

Bollywood ગપશપ / આ બોલિવુડ સેલેબ્સના છે WhatsApp ગ્રુપ, ચેટ અંગે જાણી તમને થશે આશ્ચર્ય

07:20 PM Oct 21, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

WhatsApp ગ્રુપ પર જેટલી વાતો સામાન્ય લોકો કરે છે એટલી જ વાતો બોલિવુડ સેલેબ્સ પણ કરે છે. આજકાલ તે લોકોની જરૂરિયાત બની ગઈ છે. મોટાભાગના સેલેબ્સ એકબીજાના જીવન સાથે અપડેટ રહેવા માટે વોટ્સએપનો ઉપયોગ કરે છે. તેમના વોટ્સએપ ગ્રુપમાં શું વાતચીત થાય છે તે જાણીને તમને આશ્ચર્ય થશે. અમે તમને જાન્હવી કપૂરથી લઇ કરીના કપૂર સુધીની વોટ્સએપ ચેટની જાણકારી આપીશું.

બચ્ચન પરિવારનું ફેમિલી ગ્રુપ

વર્ષ 2019 માં અભિષેક બચ્ચન અને તેની બહેન શ્વેતા બચ્ચન ‘કોફી વિથ કરણ’માં દેખાયા હતા. તે સમય દરમિયાન તેમણે ખુલાસો કર્યો હતો કે તેમના ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં શું ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું કે તેમની માતા જયા બચ્ચન ગ્રુપમાં ખૂબ સક્રિય છે અને ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટ ફોરવર્ડ મોકલે છે. બીજી બાજુ એશ્વર્યા રાય સૌથી ઓછી સક્રિય છે અને મેસેજનો જવાબ આપવા માટે ઘણો સમય લે છે. વધુમાં તે બંને જણાવે છે કે જ્યારે પણ તેઓ મુસાફરી કરે છે, ત્યારે તમામ સભ્યો તેમની ટ્રીપનાં અપડેટ્સ આપે છે.

દીપિકાએ પણ બતાવ્યું WhatsApp ગ્રુપ

દીપિકા પાદુકોણે 2020માં તેના ફેમિલી વોટ્સએપ ગ્રુપનો એક રસપ્રદ સ્ક્રીનશોટ શેર કર્યો હતો, જેમાં તેના માતા -પિતા ‘અમ્મા’ અને ‘પપ્પા’ સામેલ હતા. તેના પતિ રણવીર સિંહનું નામ ‘હેન્ડસમ’ હતું અને તેના સસરાનો નંબર આખું નામ જગજીત સિંહ ભાવનાણીના નામે સેવ હતું.

પ્રિયંકા પણ કઝિન્સ વોટ્સએપ ગ્રુપમાં

વર્ષ 2018માં હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપરાની બહેન મન્નારાએ ખુલાસો કર્યો હતો કે તમામ પિતરાઈ ભાઈ-બહેનો વોટ્સએપ ગ્રુપ ‘ધ ચોપરા’ દ્વારા સંપર્કમાં રહે છે. એવું પણ કહેવામાં આવ્યું કે તેમાં 14 લોકો જોડાયેલા છે. સાથે જ જણાવવામાં આવ્યું કે તેઓ તેમના જીવનમાં શું કરી રહ્યા છે તેના પર એકબીજાને અપડેટ કરતા રહે છે અને તેમની ટ્રીપની તસવીરો શેર કરે છે.

જાહન્વી કપૂર ગ્રુપ

Advertisement

વર્ષ 2019માં બોની કપૂરની પુત્રી અંશુલાએ ઇન્સ્ટાગ્રામ પર તેના ફેમિલી ગ્રુપ ચેટની એક ઝલક શેર કરી હતી. આ ગ્રુપને ‘Dad’s kids’ નામ આપવામાં આવ્યું હતું અને તેમાં તમામ બાળકો તેમના પિતા બોની કપૂરને તેમની લોકેશન વિશે માહિતી આપતા હોય છે. આ ગ્રુપમાં ખુશી કપૂર, જાન્હવી કપૂર, અર્જુન કપૂર અને અંશુલાનો સમાવેશ થાય છે.

કરીના કપૂરનું વોટ્સએપ ગ્રુપ

જૂના ‘કોફી વિથ કરણ’ એપિસોડમાં કરીના કપૂરે એક WhatsApp ગ્રુપ વિશે વાત કરી હતી. તેના આ ગ્રુપમાં તેના નજીકના મિત્રો મલાઈકા અરોરા, અમૃતા અરોરા અને કરણ જોહર સામેલ છે. આ ગ્રુપનું નામ છે ગટ્સ. કરીનાએ જણાવ્યું કે આ તમામ લોકો આ ગ્રુપમાં ગોસિપ કરે છે. સાથે જ સેલેબ્સની હિંમત વિશે પણ વાત થાય છે. તેની સાથે જ ફેશન સેન્સ અને સ્ટેટમેન્ટ પર પણ ઘણી ચર્ચાઓ થાય છે.

Read Also

The post Bollywood ગપશપ / આ બોલિવુડ સેલેબ્સના છે WhatsApp ગ્રુપ, ચેટ અંગે જાણી તમને થશે આશ્ચર્ય appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next