Advertisement

જામનગરમાં જળપ્રલય / અનેક ગામો સંપર્ક વિહોણા, એક જ રાતમાં વરસ્યો 25 ઇંચ વરસાદ

01:00 PM Sep 13, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 22 થી 25 ઇંચ વરસાદ વરસ્યો છે. લાલપુર અને જામજોધપુરમાં બે ઈંચ, જામનગરમાં ત્રણ અને ધ્રોલમાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો છે. જોડિયામાં પાંચ અને કાલવડમાં સાત ઈંચ વરસાદ વરસ્યો છે. મોડી રાતેથી વીજળીના કડાકા-ભડાકા સાથે ગાજવીજ વરસાદ વરસ્યો છે. કેટલાક ગામોમાં વરસાદી પાણી પણ ભરાયા છે.

રણજીતસાગર ડેમ થયો ઓવરફ્લો

જામનગર શહેર અને જિલ્લામાં વરસી રહેલા અનરાધાર વરસાદને લીધે રણજિત સાગર ડેમ સાત ફૂટ જેટલો ઓવરફલો થયો છે. જેથી જામનગર શહેરનું જળસંકટ માત્ર એક રાતમાં જ દૂર થયું છે. જામનગર રણજીતસાગર જવાના રસ્તા પર ઈવેલા કોઝ-વે પર પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી સર્જાઈ છે.

2007 બાદની પહેલી ઘટના

જામનગરની ભાગોળે આવેલો જીવાદોરી સમાન રણજિત સાગર ડેમ વર્ષ-2007 બાદ પહેલીવાર ભયજનક સપાટીએ પહોંચ્યો છે. માત્ર એક રાત્રિમાં અવિરત મેઘમહેરને લીધે રણજિત સાગર ડેમ છલકાતા ફલ્લાના કંકાવટી ડેમના પાટિયા ખોલવા પડયા હતા. આ ઉપરાંત જામનગર જિલ્લાના અન્ય ડેમો ઉન્ડ-1 , ફુલઝર, વોડિસંગ વગેરે જળાશયો પણ ઓવરફ્લો થયા હતા. જેથી વાહન વ્યવહારને અસર થઈ પડી હતી.

અલિયાબાડા ગામ બેટમાં ફેરવાયુ

જામનગર પંથકમાં પડેલા ભારે વરસાદને લઈને અલિયાબાડા ગામ બેટમાં ફેરવાયુ છે. ગામના તમામ રસ્તા પર નદી જેવુ વહેણ જોવા મળી રહ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે. અલિયાબાડમાં 12થી 14 ઈંચ વરસાદ વરસ્યો છે અને અતિભારે વરસાદના કારણે કેટલાક મકાનના ગ્રાઉન્ડફ્લોર આખો પાણીમાં જતો રહ્યો છે. લોકોની ઘરવખરી અને સામાન પલળી ગયો છે. ગામમાં જવાના તમામ રસ્તાઓ બંધ થયા છે. તંત્રને જાણ કરવા છતાં કોઈ મદદે ન આવ્યાનું મનાય છે. જામનગર પાસેના અલિયાબાડ ગામ બેટમાં ફેરવાયુ છે. ત્યારે તંત્રએ ફાયરની ટીમ તૈનાત કરી છે.ગામમાંથી 25 લોકોનું રેસ્ક્યુ કરાયુ છે. પરંતુ હજુ પણ સ્થતિ સ્ફોટક છે.એરફોર્સના હેલિકોપ્ટરની મદદ લેવી પડે તેવી સ્થિતિ છે.

ખીમરણા ગામની નદીમાં ઘોડાપુર

Advertisement

જામનગરમાં ભારે વરસાદને કારણે ખીમરણા ગામની નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જા. આવતા નદીનું પાણી ગામ માં ઘૂસી ગયું છે અને નીચાણવાળા વિસ્તારોમાં મકાનો પાણીમાં ગરકાવ થવા લાગ્યા છે, ગાયો, ભેંસો નદીના પુરમાં તણાઈ જતા જોવા મળ્યા. સમગ્ર ગામ ગામ બેટમાં ફેરવાઈ ગયું છે અને સંપર્ક વિહોણું થયું છે.

જામનગર-કાલાવડ હાઈ-વે બંધ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે જામનગર શહેર તેમજ જિલ્લામાં અવિરત મેઘમહેર યથાવત્ રહી હતી. જેના લીધે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદ હોવાથી જામનગર-કાલાવડ હાઈ-વે બંધ રહેતા વાહનોની લાંબી કતાર લાગી હતી. આ ઉપરાંત વિજરખી ડેમમાં પાણીની સારી એવી આવક થઈ હતી. વરસાદી પાણી કોઝવે પરથી ચાર ફુટથી વધુ પાણી વહેતા વાહનવ્યહાર બંધ કરવાની નોબત આવી હતી.

જામનગર જિલ્લાના બાંગા ગામે ભારે વરસાદના કારણે ગામમાં પાણી ભરાયા છે.અને ગામના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે. ગામલોકોએ તંત્ર પાસે મમદદ માગી છે. તંત્ર તાત્કાલિક રેસ્ક્યુ કરી તેવી માંગ કરતા રહ્યા છે.ભારે વરસાદ થી ભરાયેલા પાણીના કારણે અનેક મકાનો પાણીમાં ગરકાવ થયા છે.

જામનગરના ગ્રામ્ય  વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે સ્થિતિ વધારે ખરાબ થઈ. ધુતારપર અને ધૂડસીયામાં 20થી 25 ઇંચ વરસાદ પડ્યો.  જેથી આ ગામડા બેટમાં ફેરવાયા છે. વરસાદના કારણે ભયંકર પૂર આવ્યુ છે. જેથી લોકોની હાલાકી પણ વધી.

જામનગરમાં રણજીતસાગર ડેમ ઓવરફલો થતાં શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા. શહેરના ગોરી વારો, ધુવાવ નાકા બહાર તમામ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. ઘરમાં પાણી ભરાતા ઘરવખરીને મોટું નુકસાન થયુ છે. કેટલાક વિસ્તારમાં એક માળ સુધી પાણી ભરાયા છે જેથી લોકોની હાલાકીમાં વધારો થયો છે.

જામજોધપુર પંથકમાં ભારે વરસાદના કારણે અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા. ત્યારે સીદસર ગામનું ખ્યાતનામ મંદિર ઉમિયાધામ પાણીમાં ડૂબ્યુ. આ ઉપરાંત સીદસર ગામમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા. જેથી લોકોની હાલાકીમાં વધારો થયો છે.

જૂનાગઢના આણંદપુર ગામ નજીક ઓજત નદીમાં કાર ખાબકી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.  કારમાં સવાર એક શખ્સને સામાન્ય ઈજા પહોંચી હતી. બાદમાં ક્રેઈન વડે કારને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી.


દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

ALSO READ:

The post જામનગરમાં જળપ્રલય / અનેક ગામો સંપર્ક વિહોણા, એક જ રાતમાં વરસ્યો 25 ઇંચ વરસાદ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next