Advertisement

જામનગર સ્ટેટ હાઈવેના સંપાદનના વળતરની રકમ મામલે અધિકારીઓએ આપી આ બાંહેધરી, હાઈકોર્ટે દાખવ્યું કડક વલણ

03:36 PM Aug 25, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

જામનગર સ્ટેટ હાઈવે માટેના સંપાદનનું વળતર ચુકવવામાં વિલંબ કરનાર અધિકારીઓ માટે હાઈકોર્ટએ ઈન્કવાયરી ઓર્ડર કરી છે. પ્રજાના નાણાંનો બિનજરૂરી વ્યય કરનાર અધિકારીઓએ પોતાના ખિસ્સામાંથી વ્યાજ ચૂકવવું પડશે એવું કોર્ટે વલણ દાખવ્યું છે અને 10 દિવસમાં તપાસ કરી અને જરૂરી પગલાં લેવાં હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો છે.

આજે હાઈકોર્ટમાં સુનાવણી સમયે રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના સચિવ એસ.બી. વસાવા કોર્ટમાં રૂબરૂ હાજર થયા હતાં. જમીન સંપાદનનું વળતર ચૂકવવામાં થયેલા લાંબા વિલંબ માટે સરકારે હાઇકોર્ટની બિનશરતી માફી માંગી હતી. રાજ્ય સરકાર વતી મુખ્ય સરકારી વકીલ મનીષા લવકુમાર શાહે સ્વીકાર્યું કે, વળતર ચુકવવામાં વિલંબ થયો એ ભૂલ થઈ છે. વળતરની રકમ એક અઠવાડિયામાં લાભાર્થીને પહોંચી જશે એવી મુખ્ય સરકારી વકીલે કોર્ટને ખાતરી આપી. આગામી સુનાવણી સપ્ટેમ્બર મહિનામાં હાથ ધરાશે.

અધિકારીઓને 25 ઓગસ્ટના રોજ કોર્ટ સમક્ષ હાજર રહેવાનો હાઈકોર્ટે આદેશ આપ્યો હતો

ઉલ્લેખનીય છે કે, જામનગરથી શરૂ થતા સ્ટેટ હાઇવે પ્રોજેકટ માટે સંપાદિત કરાયેલી જમીનનું વળતર ચૂકવવાના કેસમાં ગુજરાત રાજ્યના અધિકારીઓ સામે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આ મામલે અધિકારીઓને 25 ઓગસ્ટના રોજ કોર્ટ સમક્ષ હાજર રહેવાનો આદેશ હાઈકોર્ટે આપ્યો હતો.

હાઈકોર્ટે પ્રશ્ન કર્યો હતો કે, એક વળતર ચૂકવવામાં આટલો વિલંબ કેમ?

2018માં સંબંધિત કોર્ટે વળતરનો આદેશ કર્યો હતો તેમ છતાંય રકમ ચુકવવામાં વિલંબ કરવામાં આવ્યો છે. તેના પર હાઈકોર્ટે લાલ આંખ કરી હતી. હાઈકોર્ટે પ્રશ્ન કર્યો હતો કે, એક વળતર ચૂકવવામાં આટલો વિલંબ કેમ? જે રકમ વળતર સ્વરૂપે આપવાની છે જેનું વ્યાજ બેંકના વ્યાજ કરતા પણ વધારે છે.

READ ALSO

Advertisement

The post જામનગર સ્ટેટ હાઈવેના સંપાદનના વળતરની રકમ મામલે અધિકારીઓએ આપી આ બાંહેધરી, હાઈકોર્ટે દાખવ્યું કડક વલણ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next