Advertisement

જામનગરમાં બારેમેઘ ખાંગા / ૨૪ કલાકમાં વરસ્યો ૭ ઇંચ વરસાદ, રણજીતસાગર ડેમ થયો ઓવરફ્લો તો અલિયાબાડા ગામ બેટમાં ફેરવાયુ

10:22 AM Sep 13, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં બેથી સાત ઈંચ વરસાદ વરસ્યો છે. લાલપુર અને જામજોધપુરમાં બે ઈંચ, જામનગરમાં ત્રણ અને ધ્રોલમાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો છે. જોડિયામાં પાંચ અને કાલવડમાં સાત ઈંચ વરસાદ વરસ્યો છે. મોડી રાતેથી વીજળીના કડાકા-ભડાકા સાથે ગાજવીજ વરસાદ વરસ્યો છે. કેટલાક ગામોમાં વરસાદી પાણી પણ ભરાયા છે.

રણજીતસાગર ડેમ થયો ઓવરફ્લો

જામનગર શહેર અને જિલ્લામાં વરસી રહેલા અનરાધાર વરસાદને લીધે રણજિત સાગર ડેમ ઓવરફલો થયો છે. જેથી જામનગર શહેરનું જળસંકટ માત્ર એક રાતમાં જ દૂર થયું છે. જામનગરની ભાગોળે આવેલો જીવાદોરી સમાન રણજિત સાગર ડેમ પીવાના પાણી માટે ઑક્ટોબર સુધી અનામત રખાયો હતો. પરંતુ એક રાત્રીમાં અવિરત મેઘમહેરને લીધે ડેમ છલકાઈ ગયો હતો. રણજિત સાગર ડેમ છલકાતા ફલ્લાના કંકાવટી ડેમના પાટિયા ખોલવા પડયા હતા.

અલિયાબાડા ગામ બેટમાં ફેરવાયુ

જામનગર પંથકમાં પડેલા ભારે વરસાદને લઈને અલિયાબાડા ગામ બેટમાં ફેરવાયુ છે. ગામના તમામ રસ્તા પર નદી જેવુ વહેણ જોવા મળી રહ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે. અલિયાબાડમાં 12થી 14 ઈંચ વરસાદ વરસ્યો છે અને અતિભારે વરસાદના કારણે કેટલાક મકાનના ગ્રાઉન્ડફ્લોર આખો પાણીમાં જતો રહ્યો છે. લોકોની ઘરવખરી અને સામાન પલળી ગયો છે. ગામમાં જવાના તમામ રસ્તાઓ બંધ થયા છે. તંત્રને જાણ કરવા છતાં કોઈ મદદે ન આવ્યાનું મનાય છે.


દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

ALSO READ:

The post જામનગરમાં બારેમેઘ ખાંગા / ૨૪ કલાકમાં વરસ્યો ૭ ઇંચ વરસાદ, રણજીતસાગર ડેમ થયો ઓવરફ્લો તો અલિયાબાડા ગામ બેટમાં ફેરવાયુ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next