Advertisement

રખડતા ઢોરનો ત્રાસ / તંત્ર મૂકપ્રેક્ષક બનીને જોઇ રહેતા જનતામાં ઉગ્ર રોષ, અકસ્માત થશે તો જવાબદાર કોણ!

08:49 PM Aug 11, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

જામનગર શહેરમાં રખડતા ઢોરનો આતંક એવો છે કે તેનાથી લોકોનો જીવ પણ જઇ શકે છે. આવી જ એક ઘટના તાજેતરમાં અહીં ઘટી છે. જે ઘટનાને લઇને લોકોમાં તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. જામનગરમાં રખડતા ઢોરનો એટલી હદે ત્રાસ છે કે તાજેતરમાં ઘટેલી ઘટના બાદ રખડતા ઢોરના ત્રાસ પર નિયંત્રણ લાવવા મહાનગરપાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જેમાં રખડતા ઢોરને પકડી અને લઇ જવાના બદલે મુખ્ય માર્ગો પર એક માણસને રાખવામાં આવ્યો છે જે રોડ પર આવેલા ઢોરને અંદર શેરીઓમાં હાંકી કાઢે છે.

રખડતા ઢોરના ત્રાસના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા

આનાથી રોડ તો સલામત થશે તેવું મનપા માને છે પરંતુ તાજેતરમાં મહિલા પર હુમલાની ઘટના કદાચ આવાં કોઈ કારણોથી બની હોય તો કોઈ નવાઈ નહીં. રખડતા ઢોરના ત્રાસના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે. જામનગર મનપાના અધિકારીના જણાવ્યાં અનુસાર ચાલુ વર્ષે વરસાદની ઋતુમાં 650 જેટલા રખડતા ઢોર પકડવામાં આવ્યાં છે અને તેમાંના 430 જેટલાં ઢોરને ગૌશાળામાં મોકલી દીધા હોવાનું જણાવવામાં આવ્યું છે.

વરસાદની સિઝનમાં ઢોર સૂકી જગ્યા શોધી અને રોડ પર બેસી જાય છે, આથી જામનગર મનપા દ્વારા શહેરના 12 અલગ અલગ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યાં છે અને તે પોઈન્ટ પર જો ઢોર રસ્તા પર બેસેલા જોવા મળે તો તેમને ત્યાંથી હટાવવાની કામગીરી કરવામાં આવે છે અને રખડતા ઢોરને પકડવામાં આવે છે.

ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવેલા વાયદાઓ શું ભૂલાઇ ગયા?

ચૂંટણી પૂરી થયા બાદ સત્તાધીશો પણ કદાચ ભૂલી ગયા હશે કે ચૂંટણી ઢંઢેરામાં પણ આ સમસ્યાનો નિકાલ કરવામાં આવશે તેવાં વાયદાઓ શહેરીજનોને કરવામાં આવ્યાં હતાં. ત્યારે આ તમામ વાયદાઓ માત્ર જામનગરની પ્રજા માટે સપના જ બની ગયા હોય તેવું લાગે છે. સત્તા પર કોઈ પણ આવે પરંતુ સમસ્યાઓને ભોગવવાનો વારો તો હંમેશા પ્રજાનો જ આવે છે.

READ ALSO

Advertisement

The post રખડતા ઢોરનો ત્રાસ / તંત્ર મૂકપ્રેક્ષક બનીને જોઇ રહેતા જનતામાં ઉગ્ર રોષ, અકસ્માત થશે તો જવાબદાર કોણ! appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next