Advertisement

ભિલોડાના ગોઢકુલ્લા બાદ વધુ એક જગ્યાએ બ્લાસ્ટ, ઓવરબ્રિજની કામગીરી દરમ્યાન ધડાકો થતા 3 મજૂરો દાઝ્યાં

01:57 PM Sep 02, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

જામનગરમાં ઓવરબ્રિજની કામગીરી દરમ્યાન દુર્ઘટના થતાં 3 મજૂરો દાઝ્યાં છે. અન્ડરગ્રાઉન્ડ બોર કરવાની કામગીરી વખતે વાયરનો ગુચ્છો ખુલી જતા જોરદાર ધડાકો થયો છે. જેના કારણે 3 મજૂરો દાઝી જતાં તેઓને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ ઇજાગ્રસ્તો પૈકી 1 મજૂરની હાલત ગંભીર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે , તાજેતરમાં જ શામળાજી નજીક ભિલોડા તાલુકાના ગોઢકુલ્લા ગામમાં થયેલા એક ભેદી બ્લાસ્ટ થયો હતો. જેમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. આ બ્લાસ્ટ હેન્ડ ગ્રેનેડના કારણે થયો. ત્યારે બ્લાસ્ટ મામલે ગુજરાત ATS પણ તપાસમાં જોતરાઈ છે. 

મળતી માહિતી પ્રમાણે હેન્ડ ગ્રેનેડને સાણસી વડે ખેંચતા બ્લાસ્ટ થયો અને બે વ્યક્તિઓના મોત થયા. હાલ આ કેસની તપાસ અરવલ્લી SOG દ્વારા કરવામાં આવી રહી છે. 

ત્યારે બ્લાસ્ટ કેસમાં હેન્ડ ગ્રેનેડ ક્યાંથી આવ્યો, કોના મારફતે આવ્યો તે અંગે ગુજરાત ATS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મૃતકના પત્નીએ જણાવ્યુ કે, બે મહિનાથી હેન્ડ ગ્રેનેડ ઘરમાં હતો. અને મૃતક યુવાનના હેન્ડ ગ્રેનેડ અને બંદૂક સાથેના ફોટો પણ સામે આવ્યા છે. 

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Advertisement

The post ભિલોડાના ગોઢકુલ્લા બાદ વધુ એક જગ્યાએ બ્લાસ્ટ, ઓવરબ્રિજની કામગીરી દરમ્યાન ધડાકો થતા 3 મજૂરો દાઝ્યાં appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next