Advertisement

જમ્મુ: ધમપુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, ઘાયલ પાયલોટોને લોકો એ આવી રીતે કર્યા રેસ્કયુ

01:33 PM Sep 21, 2021 | pratik shah |
Advertisement

GSTV

દેશના જમ્મુ વિસ્તારમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જમ્મુના ઉધમપુર જિલ્લાના શિવગઢધાર વિસ્તારમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. ચોપરમાં બે લોકો સવાર હતા. મળતી માહિતી મુજબ વાતાવરણ ખરાબ થતા આ દુર્ઘટના સર્જાઈ છે.આ ઘટનામાં પાયલટ અને કો પાયલટ ઘાયલ થયા છે, ઘટના સ્થળ પર પોલીસની ટીમ પહોંચી છે. જોકે એ સ્પષ્ટ થયું નથી કે હેલિકોપ્ટર ક્રેશ થયું છે અથવા પાયલોટે હેલિકોપ્ટરની ક્રેશ લેન્ડિંગ કરવામાં આવી છે.

ઘટના પછી જે ફોટોગ્રાફ્સ સામે આવ્યા છે તેનાથી જાણી શકાય છે કે હેલિકોપ્ટરમાં સવાર બન્ને પાયલોટો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, ઘટના સ્થળ પર પહોંચીને પોલીસની ટીમ રેસ્કયુનું કામ કરી રહી છે. ડીઆઈજી ઉધમપુર રિયાસી રેંજ સુલેમાન ચૌધરીએ જણાવ્યું કે અમને જાણકારી મળી છે કે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. બચાવ કાર્ય માટે તુંરત પોલીસની ટીમને રવાના કરી દીધી છે. તેમણે જણાવ્યું છે કે ગાઢ ધુમ્મસને કારણે અમે સ્પષ્ટ રીતે એ નહીં કહી શકતા કે આ ક્રેશ લેન્ડિગં થઈ છે કે અથવા હેલિકોપ્ટર ક્રેશ થયું છે.

READ ALSO

The post જમ્મુ: ધમપુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, ઘાયલ પાયલોટોને લોકો એ આવી રીતે કર્યા રેસ્કયુ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next