Advertisement

જામજોધપુર નજીક ખાનગી બસે પલટી મારતા 7 વર્ષની બાળકીનું મોત અને 15 ઘાયલ, તમામને હોસ્પિટલ ખસેડાયા

02:04 PM Sep 03, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

જામનગરના જામજોધપુર તાલુકા પાસે આવેલા ગોપ અને સણોસરી ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગોલાઈ રોડ પર એક બસ પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં 7 વર્ષની એક બાળકીનું મોત થયું છે જ્યારે 15 લોકો ઘાયલ થયાં છે. ઘાયલ થયેલા આ તમામ લોકોને 108 વડે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

ખાનગી બસ મધ્યપ્રદેશથી ભાણવડ જતા સમયે રસ્તામાં આ ગંભીર અકસ્માત સર્જાયો

તમને જણાવી દઇએ કે, ખાનગી બસ મધ્યપ્રદેશથી ભાણવડ જતા સમયે રસ્તામાં આ ગંભીર અકસ્માત સર્જાયો છે. જો કે, હજુ પણ લોકો અંદર દબાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. જો કે, આ ઘટનાની જાણ થતાં તુરંત પોલીસ અને મેડીકલની ટીમનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. JCB અને અન્ય સાધનોની મદદથી બસ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post જામજોધપુર નજીક ખાનગી બસે પલટી મારતા 7 વર્ષની બાળકીનું મોત અને 15 ઘાયલ, તમામને હોસ્પિટલ ખસેડાયા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next