Advertisement

Solar Mission/ ભારત પહોંચશે સૂર્ય સુધી, મિશન Aditya L1 લોન્ચ થશે 2022માં : સૂર્ય ગ્રહણની પણ અસર નહીં થાય

06:46 PM Sep 21, 2021 | Vishvesh Dave |
Advertisement

GSTV

ચંદ્ર પર સફળતા પછી ભારતનું પ્રથમ સોલાર મિશન ૨૦૨૨ના ઓક્ટોબર-ડિસેમ્બર દરમિયાન તરતું મૂકવામાં આવશે. ઇસરોનું પહેલું સોલાર મિશન એટલે આદિત્ય -એલ-૧.આદિત્ય -એલ-૧ સૂર્યનો સંશોધનાત્મક અભ્યાસ કરશે. ઇસરોના સમાનવ અવકાશયાન કેન્દ્રના ડાયરેક્ટર ડો.ઉન્નીકૃષ્ણને એવી માહિતી આપી હતી કે આદિત્ય-એલ-૧ સૂર્યમાં થતી રહસ્યમય ગતિવિધિ ઉપરાંત અનંત બ્રહ્માંડના ઉદ્ભવ અને વિકાસની ઉપયોગી માહિતી મેળવશે.


આદિત્ય-એલ-૧ પૃથ્વીથી ૧૫ લાખ કિલોમીટરના અતિ દૂરના અંતરે તરતો મૂકવામાં આવશે. અંતરીક્ષના આ હિસ્સાને લાગ્રાન્ગ-૧ પોઇન્ટ કહેવામાં આવે છે. લાગ્રાન્ગ -૧ પોઇન્ટ એવું સ્થાન છે જ્યાં તરતા કોઇપણ સેટેલાઇટને પૃથ્વી અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એક સરખું અસર કરે.પ રિણામે તે સેટેલાઇટ સરળતાથી અને સલામતીપૂર્વક તેની ભ્રમણકક્ષામાં ફરતો રહીને તેની કામગીરી કરી શકે.વળી,આ સલામત સ્થાન પર હોવાથી આદિતય-એલ-૧ને સૂર્ય ગ્રહણ કે ચંદ્ર ગ્રહણની પણ કોઇ જ વિપરીત અસર નહીં થાય.


ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી હતી કે ૨૦૨૨ના ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન એક્સ-રે પોલારીમીટર સેટેલાઇટ(એક્સ્પોસેટ) પણ તરતો મૂકવામાં આવશે. એક્સ્પોસેટ સ્મોલ સેટેલાઇટ લોન્ચ વેહિકલ-૪(એસ.એસ.એલ.વી.) દ્વારા તરતો મૂકવામાં આવશે. એક્સ્પોસેટ ખરેખર તો વેધશાળાની કામગીરી બજાવશે.આમ એક્સ્પોસેટ ભારતની બીજી વેધશાળા હશે.પહેલી વેધશાળા એસ્ટ્રોનોમી સેટેલાઇટ(એસ્ટ્રોસેટ) ૨૦૧૫ની ૨૮,સપ્ટેમ્બરે પોલાર સેટેલાઇટ લોન્ચ વેહિકલ-એક્સ-એલ દ્વારા તરતો મૂકાયો છે.


એક્સ્પોસેટ પૃથ્વીથી ૫૦૦થી ૭૦૦ કિલોમીટરના અંતરે તરતો મૂકવામાં આવશે. સતત પાંચ વરસ સુધી કાર્યરત રહેનારી આ વિશિષ્ટ વેધશાળામાં પોલારીમીટર ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ક્ક્સ-રે, એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપી એન્ડ ટાઇમિંગ એમ બે વૈજ્ઞાાનિક ઉપકરણો હશે.એક્સ્પોસેટનો મૂળ હેતુ બ્રહ્માંડનાં અતિ તેજસ્વી અને રહસ્યમય કોસ્મિક રેઝ અંતરીક્ષના ચોક્કસ કયા કયા હિસ્સામાંથી આવે છે તેનું સંશોધન કરવાનો છે.ઉપરાંત, પલ્સાર, બ્લેકહોલ અને સુપરનોવાનાં વિખેરાઇ ગયેલાં તત્ત્વોનો પણ સંશોધનાત્મક અભ્યાસ કરવાનો છે.

Advertisement

ALSO READ

The post Solar Mission/ ભારત પહોંચશે સૂર્ય સુધી, મિશન Aditya L1 લોન્ચ થશે 2022માં : સૂર્ય ગ્રહણની પણ અસર નહીં થાય appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next