Advertisement

રક્ષા ટેક્નોલોજી / ઈઝરાયલ ફરી ચર્ચામાં, આયરન ડોમ બાદ આયરન બીમ છે તેનું મોટું હથિયાર

11:23 PM Oct 22, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

ઇઝરાયલે દુનિયા સમક્ષ પોતાનું નવું હથિયાર રજૂ કર્યુ છે. આયરન ડોમના કારણે ચર્ચામાં આવેલું ઈઝરાયલ હવે આયરન બીમના કારણે ફરીવાર ચર્ચામાં છે. ત્યારે આયરન બીમ સિસ્ટમ શું છે તે અંગે જોઈએ જીએસટીવીનો વિશેષ અહેવાલ.

ઈઝરાયલે પોતાની હવાઈ સરહદને મજબૂત કરવા આયરન બીમ સિસ્ટમને તૈનાત કરી છે. આયરન બીમ એક ડાયરેક્ટ એનર્જી વેપન છે. જે શક્તિશાળી લેસર દ્વારા હવામાં કોઈપણ ટાર્ગેટને નષ્ટ કરી શકે છે. આયરન બીમને ફિક્સ વિંગના એકક્રાફ્ટ, રોકેટ, ટેન્ક, તોપનો ગોળો, મોર્ટાર, હેલિકોપ્ટર અને ડ્રોન સામે અસરકારક ગણવામાં આવે છે. ઈઝરાયલે પોતાની સીમાની સુરક્ષા માટે મિસાઇલ સિસ્ટમ આયરન ડોમને તૈનાત કરી છે. ત્યારે ઈઝરાયલ પાસે આયરન બીમ નામનું હથિયાર આવતા ઈઝરાયલની સેના વધારે શક્તિશાળી બની છે. આયરન બીમને ઈઝરાયલ માટે ગેમ ચેન્જર માનવામાં આવી રહ્યું છે. જોકે, આયરન બીમ સિસ્ટમની એન્ટ્રીથી ઈઝરાયલ આયરન ડોમ ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ બંધ નહીં કરે. કેમ કે, આયરન બીમની રેન્જ 7 કિલોમીટર સુધીની છે. આવી સ્થિતિમાં આયરન ડોમ, એરો-2, એરો-3, ડેવિડ્સ સ્લિંગને ઈઝરાયલ રિપ્લેસ કરી શકે તેમ નથી.

ઈઝરાયલે 11 ફેબ્રુઆરી, 2014ના રોજ સિંગાપોરમાં આયોજિત એર શોમાં પહેલીવાર આયરન બીમ એર ડિફેન્સ સિસ્ટમને દુનિયા સમક્ષ રજૂ કરી હતી. આયરન બીમને ઈઝરાયલની મુખ્ય હથિયાર બનાવતી કંપની રફાલ એડ્વાન્સ ડિફેન્સ સિસ્ટમે તૈયાર કરી છે. આયરન બીમ ફાયરિંગના 4થી 5 સેકન્ડમાં હવામાં રહેલા ટાર્ગેટને નષ્ટ કરી શકે છે. કેમ કે, આ સિસ્ટમમાં ફાઇબર લેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આયરન બીમને સ્ટેન્ડ અલોન વેપન તરીકે બાકીની એર ડિફેન્સ સિસ્ટમ સાથે ઉપયોગ કરી શકાય છે. ઈઝરાયલ પાસે ચાર પ્રકારની એર ડિફેન્સ સિસ્ટમ છે. તેમ છતાં ઈઝરાયલની સેના આયરન બીમ સિસ્ટમનો ઉપયોગ કરી રહી છે.

આયરન ડોમ કરતા આયરન બીમની ઓપરેટિંગ કોસ્ટ ઓછી છે. આયરન બીમના સંચાલન માટે એક જનરેટરની જરૂર પડે છે. આયરન બીમને વધારે વસ્તી ધરાવતા વિસ્તારમાં પણ ઉપયોગ કરી શકાય છે. આયરન બીમના ઉપયોગ દરમ્યાન કોઈ ઓબ્ઝેક્ટને નષ્ટ કરવામાં આવે તો તેનો કાટમાળ વસ્તી ધરાવતા વિસ્તારમાં ઓછો પડે છે. આયરન બીમના એક શોટને ફાયર કરવા 2,000 ડોલરનો ખર્ચ થાય છે. તો અન્ય એર ડિફેન્સના એક શોટ્સને ફાયર કરવા એક લાખથી લઈ 1. 50 લાખ ડોલર સુધીનો ખર્ચ થાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Advertisement

The post રક્ષા ટેક્નોલોજી / ઈઝરાયલ ફરી ચર્ચામાં, આયરન ડોમ બાદ આયરન બીમ છે તેનું મોટું હથિયાર appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next