Advertisement

કંગના માતા ‘સીતા’ની ભૂમિકા માટે કરીના કરતા અધધધ વધુ મહેનતાણું લેશે ? જાણો આખી સ્ટોરી

09:11 AM Sep 21, 2021 | Damini Patel |
Advertisement

GSTV

કંગના રનૌત હાલ પોતાી આવનારી ફિલ્મ ધ ઇનક્રેનેશન : સીતાને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે સીતાની ભૂમિકા ભજવવાની છે. હવે આ ફિલ્મને લઇને એક ચર્ચા એ છે કે, અભિનેત્રી આ ફિલ્મ માટે અધધધ મહેનતાણું લેવાની છે.જોકે ફિલ્મના માંધાતાઓ તેમજ અભિનેત્રીએ આ વાતની કોઇ સ્પષ્ટતા કરી નથી.

મળેલી વાતને સાચી માનીએ તો, કંગના સીતાનો રોલ ભજવવા માટે રૂપિયા ૩૨ કરોડ મહેનતાણું લેવાની છે.જો આ વાત સાચી હશે તો મનોરંજનની દુનિયામાં તે પ્રથમ અભિનેત્રી હશે જે સૌથી વધુ ફી મેળવશે. જોકે ફિલ્મસર્જક કે કંગના તરફથી કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી.

કરીનાએ 12 કરોડ રૂપિયાની માંગ કરી હતી

ઉલ્લેખનીય છે કે, પહેલા એવી વાત હતી કે, કરીના કપૂરે આ જ રોલ માટે રૂપિયા ૧૨ કરોડની ફી માંગી હતી અને એના માટે બબાલ થયો હતો. પછીથી ફિલ્મના લેખત મનોજ મુતંશિરે દાવો કર્યો હતો કે કંગના જ આ રોલ માટે ફિલ્મસર્જકની પ્રથમ પસંદગી હતી.

મુંતશિરે વધુમાં કહ્યું હતું કે, આ રોલ માટે કંગના જ મારી પ્રથમ પસંદગી હતી. અમે આ પાત્ર માટે કોઇ પણ અભિનેત્રીનો સંપર્ક કર્યો નહોતો. અમે પહેલાથી જકંગના જ આ રોલ નિભાવે એનો નિર્ણય લઇ લીધો હતો. સીતાના ચરિત્રને જેરીતે અમે વાર્તામાં સ્કેચ કર્યો છે તે અનુસાર કંગના જ આ પાત્ર માટે યોગ્ય અભિનેત્રી છે. ફિલ્મ ધ ઇનક્રેનેશનઃ સીતાને અલૌકિક દેસાઇ ડાયરેકટ કરશે. આ ફિલ્મને કેવી વિજેન્દ્ર પ્રસાદે લખી છે.

Advertisement

Read Also

The post કંગના માતા ‘સીતા’ની ભૂમિકા માટે કરીના કરતા અધધધ વધુ મહેનતાણું લેશે ? જાણો આખી સ્ટોરી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next