Advertisement

ઇઝરાયલની આ ડિફેન્સ સિસ્ટમ છે અભેદ્ય સુરક્ષા કવચ, રોકેટ-મોર્ટારનો ક્ષણમાં કરે છે ખાતમો

11:29 PM Oct 22, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

આયરન બીમની જેમ ઇઝરાયલ પાસે આયરન ડોમ ડિફેન્સ સિસ્ટમ છે. જેના દ્વારા ઈઝરાયલ પોતાની હવાઈ સીમાને કિલ્લામાં બદલે છે. આયરન ડોમ સિસ્ટમની દિવાની આખી દુનિયા છે. કેમ કે, આયરન ડોમ સિસ્ટમ કોઈપણ દેશને હવાઈ કવચ પુરૂ પાડે છે.

આયરન બીમ સામે આયરન ડોમ એક ઓછી દૂરીની એક ડિફેન્સ સિસ્ટમ છે. જેને રોકેટ અને મોર્ટારનો ખાતમો બોલાવવા માટે તૈયાર કરવામાં આવી છે. ઈઝરાયલની આ એર ડિફેન્સ સિસ્ટમની દુનિયા દિવાની છે. કેમ કે, આયરન ડોમની સિસ્ટમ તમામ પ્રકારની પરિસ્થિતિ અને સંજોગમાં કામ કરી શકે છે. આયરન ડોમ સિસ્ટમ રેંજ અને નિશાના પર લેવામાં આવેલા વિસ્તારની તપાસ કરે છે. અને એક સાયરન વાગે છે. આ સાયરન વાગતા સ્થાનિક લોકો પાસે સુરક્ષિત સ્થળે જવા માટે 30થી 90 સેકન્ડનો સમય હોય છે. જે બાદ આયરન ડોમ સિસ્ટમ રડારની મદદથી ઓપરેટર્સ કાઉન્ટર મિસાઈલને લોન્ચ કરે છે. આ સાથે હવામાં ટાર્ગેટનો ખાતમો બોલે છે. આયરન ડોમ સિસ્ટમમાં રોકેટ અને મિસાઈલને ટ્રેક કરવાની બેજોડ ક્ષમતા છે. જે 70 કિલોમીટરની ઉંચાઈ સુધી કોઈપણ રોકેટ હુમલાને નિષ્ફળ કરી શકે છે.

આયરન ડોમ સિસ્ટમને ઓપરેટ કરવા માટે ઇઝરાયલને મોટી રકમ ચૂકવવી પડે છે. પ્રત્યેક ઈન્ટરસેપ્ટર મિસાઈલ પર ઈઝરાયલ 50 હજાર ડોલરનો ખર્ચ કરે છે. ઈઝરાયલે દેશના તમામ ખુણે અને ગુપ્ત જગ્યાએ આયરન ડોમ સિસ્ટને તૈનાત કરી છે. ઈઝરાયલે પહેલીવાર 2011માં આયરન ડોમ સિસ્ટમને તૈનાત કરી હતી. 2006માં ઈઝરાયલ અને બેલનાન વચ્ચે થયેલા યુદ્ધ બાદ ઈઝરાયલની સરકારે આયરન ડોમ સિસ્ટમને બનાવવાની જાહેરાત કરી હતી. યુદ્ધમાં હિજબુલ્લાએ હજારોની સંખ્યામાં રોકેટથી ઈઝરાયલ પર હુમલો કર્યો હતો.

આયરન ડોમ સિસ્ટમનું નિર્માણ ઈઝરાયલની રફાલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ દ્વારા કરવામાં આવ્યુ છે. રફાલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમનો દાવો છેકે, આયરન ડોમ સિસ્ટમ 90 ટકા હુમલાને રોકવામાં સક્ષમ છે. આયરન ડોમ સિસ્ટમનું એક મોબાઇલ વર્ઝન પણ સામે આવ્યુ છે. જે સેના અને ઉદ્યોગિક એકમને હવાઈ સુરક્ષા પુરૂ પાડવાનું કામ કરે છે. આ ઉપરાંત આયરન ડોમનું નેવીનું વર્ઝન છે. જે ઈઝરાયલની નેવીને દરિયાઈ સીમામાં સુરક્ષા પુરી પાડે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Advertisement

The post ઇઝરાયલની આ ડિફેન્સ સિસ્ટમ છે અભેદ્ય સુરક્ષા કવચ, રોકેટ-મોર્ટારનો ક્ષણમાં કરે છે ખાતમો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next