Advertisement

IRCTC: હવે રેલ્વેની વેબસાઇટ દ્વારા પણ બસ ટિકિટ બુકિંગ કરાવી શકશો, બસ ફોલો કરો આ સ્ટેપ્સ

09:23 PM Feb 05, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

ભારતના નાગરિક હવે IRCTC ની વેબસાઇટ પરથી પણ બસ ટિકિટ (Bus Ticket) કરાવી શકશો. ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) એ યાત્રીઓ માટે ઓનલાઇન બસ બુકિંગ સેવા શરૂ કરવામાં આવી છે. હજી સુધી IRCTC ની વેબસાઇટથી યાત્રીઓ રેલ્વે ટિકિટ સિવાય ફ્લાઇટ ટિકિટ (Flight Ticket) નું પણ ઓનલાઇન બુકિંગ કરાવી શકતા હતાં. હવે IRCTC ના આધારે, રેલ્વે, ફ્લાઇટ અને બસ ટિકીટની બુકિંગ ઓનલાઇન કરાવી શકાશે.

IRCTC (Indian Railway Catering and Tourism Corporation) તરફથી જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, ઓનલાઇન બસ બુકિંગ સર્વિસનું IRCTC મોબાઇલ એપ પર ઇન્ટીગ્રેશન માર્ચ પહેલાના સપ્તાહમાં થઇ જવાની આશા છે. જેનાથી યાત્રી મોબાઇલના આધારે પણ IRCTC દ્વારા બસ ટિકિટ બુક કરાવી શકશે. IRCTC નું કહેવું છે કે, ‘આ નવી સુવિધાથી એવાં યાત્રીઓ માટે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી વધારે ઉત્તમ થઇ શકશે કે જે પહેલેથી જ IRCTC ના આધારે રેલ્વે અને ફ્લાઇટ ટિકિટ બુક કરાવે છે.’

નવી માઇક્રોસોફ્ટ વેબસાઇટથી બુકિંગ થશે

નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે, ‘બસ ટિકિટ બુકિંગ માટે નવી માઇક્રોસાઇટ www.bus.irctc.co.in શરૂ કરવામાં આવી છે. યાત્રી અહીંયાથી ઘરે બેઠા જ પોતાની મનપસંદ બસમાં પોતાની સુવિધા અનુસાર સીટ સિલેક્ટ કરીને બુકિંગ કરી શકશે. IRCTC એ ઓનલાઇન બસ ટિકિટ બુકિંગ સર્વિસ ઉપલબ્ધ કરાવવા માટે 22 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોને કવર કરનારા 50,000 થી વધારે રાજ્ય માર્ગ પરિવહન અને પ્રાઇવેટ બસ ઓપરેટર્સ સાથે ભાગીદારી કરી છે.

સિલેક્ટ કરી શકશો પિક અપ અને ડ્રૉપ પોઇન્ટ્સ

યાત્રીઓ માટે બસનો રૂટ, સુવિધાઓ, રિવ્યુ, રેટિંગ અને તસવીરો ઉપલબ્ધ રહેશે. તેના આધાર પર યાત્રી પોતાની પસંદની બસને સિલેક્ટ કરી શકશે. યાત્રી બસ યાત્રા માટે પિક અપ અને ડ્રૉપ પોઇન્ટ્સ અને ટાઇમિંગને પણ પસંદ કરી શકશે અને યોગ્ય દરો પર બસ ટિકિટ બુક કરાવી શકશે. IRCTC ઓનલાઇન બસ ટિકિટ બુકિંગ પર બેંકો અને ઇ-વોલેટના આધારે ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ રહેશે.

બસ ટિકિટ બુકિંગની પ્રોસેસ

  • www.bus.irctc.co.in પર જાઓ.
  • ક્યાંથી ક્યાં સુધી યાત્રા કરવાની છે, તે બંને જગ્યાઓને ખાલી જગ્યામાં ભરો.
  • યાત્રાની તારીખને પસંદ કરીને સર્ચ પર ક્લિક કરો.
  • ત્યાર બાદ આપની સામે તે રૂટ પર ઉપલબ્ધ બસોના વિકલ્પ, યાત્રાનો સમય, બસ ચાલવા અને ડેસ્ટિનેશન પર પહોંચવાના સમયે સાથે આવી જશે.
  • આ સિવાય ટિકીટની કિંમત અને કેટલી સીટ બુક થવા માટે બચી છે, આ માહિતી પણ દેખાશે.
  • યાત્રી સીટર, સ્લીપર, AC અને નૉન એસી બસમાંથી કોઇ પણ એકને પસંદ કરી શકે છે. સીટની પસંદગી અને બોર્ડિંગ/ડ્રોપિંગ પોઇન્ટ્સ પણ સિલેક્ટ કરી શકાય.
  • સીટ સિલેક્શન કર્યા બાદ પ્રોસીડ ટુ બુક પર ક્લિક કરો. અહીં તમારે IRCTC નું લોગ ઇન અથવા ગેસ્ટ યુઝર તરીકે લોગ ઇન કરવાનું રહેશે.
  • ત્યાર બાદ ટિકિટ પ્રાઇસની ચૂકવણી અને અન્ય કેટલીક પ્રક્રિયાઓને પૂર્ણ કરી બસની ટિકિટ ઓનલાઇન બુક થઇ જશે.

READ ALSO :

Advertisement

The post IRCTC: હવે રેલ્વેની વેબસાઇટ દ્વારા પણ બસ ટિકિટ બુકિંગ કરાવી શકશો, બસ ફોલો કરો આ સ્ટેપ્સ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next