Advertisement

Instagram ની નવી અપડેટ: હવે સ્માર્ટફોન વિના પણ પોસ્ટ કરી શકશે યુઝર્સ, જાણો નવા ફીચરમાં શું છે ખાસ

01:41 PM Oct 22, 2021 | Bansari |
Advertisement

GSTV

ફોટો શેરિંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram હવે યુઝર્સ તેમના લેપટોપ અથવા ડેસ્કટોપ પરથી પણ કન્ટેન્ટ પોસ્ટ કરવાની સુવિધા આપી રહ્યું છે. આ ફીચર સાથે, યુઝર્સ તેમના ડેસ્કટોપ એપ પરથી એક મિનિટ સુધીનો વીડિયો અથવા ફોટો પોસ્ટ કરી શકશે. અત્યાર સુધી, Instagram યુઝર્સ ફક્ત તેમના સ્માર્ટફોનથી જ પોસ્ટ કરી શકતા હતા. ફેસબુકની માલિકી વાળા Instagram એ પહેલા ડેસ્કટોપ બ્રાઉઝરથી પોસ્ટિંગનું ટેસ્ટિંગ કર્યું હતું, ત્યારબાદ તેને હવે યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, ઈન્સ્ટાગ્રામએ એક નવું અપડેટ જારી કર્યુ છે. આ પછી, 21 ઓક્ટોબરથી, યુઝર્સ હવે તેમના કમ્પ્યુટર બ્રાઉઝરથી ફોટા અને શોર્ટ વીડિયો (એક મિનિટથી ઓછા) પોસ્ટ કરી શકે છે.

Instagram પર ‘Collab’કરી શકશે ક્રિએટર્સ

એટલું જ નહીં, Instagram ટૂંક સમયમાં તેના ક્રિએટર્સને તેમની પોસ્ટ્સ અને રીલ્સને કોલેબરેટ (Collaborate) કરવાનો ઓપ્શન પણ આપશે. આ ‘Collab’ ફીચરનો ઉપયોગ કરીને, ક્રિએટર્સ અન્ય એકાઉન્ટ્સને તેમની સાથે પોસ્ટ કોલેબરેટ કરવા માટે ઇનવાઇટ અથવા આમંત્રિત કરી શકે છે. આ માટે, તેઓએ Instagram ના મેનૂમાં જવું પડશે અને તે એકાઉન્ટને ટેગ કરવું પડશે.

જ્યારે સામેનો વ્યક્તિ સ્વીકાર કરી લેશે ત્યારે બંને એકાઉન્ટ્સ વ્યૂઝ, લાઇક્સ અને કમેન્ટ્સને શેર કરી શકશે. પોસ્ટ અને રીલ બંને એકાઉન્ટ્સના ફોલોઅર્સ સુધી પહોંચશે. આ ફીચર હાલમાં ટેસ્ટિંગ ફેઝમાં છે અને તેને સંપૂર્ણપણે રોલઆઉટ કરવામાં આવ્યું નથી. માત્ર થોડા લોકોને જ તેની એક્સેસ મળી છે. જો કે, વૈશ્વિક સ્તરે આ ફીચર રોલઆઉટની તારીખ નક્કી કરવામાં આવી નથી.’

Read Also

Advertisement

The post Instagram ની નવી અપડેટ: હવે સ્માર્ટફોન વિના પણ પોસ્ટ કરી શકશે યુઝર્સ, જાણો નવા ફીચરમાં શું છે ખાસ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next