Advertisement

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

11:32 PM Jul 28, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

યુવાનો માટે Instagramએ સિક્યોરિટી અને પ્રવાઇસીમાં કેટલાક ફેરફાર કર્યા છે. નવા નિયમ હેઠળ અકાઉન્ટને સાઇન અપ કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 13 વર્ષની હોવી જોઇએ. આ સિવાય યુવાઓની સુરક્ષાને મજબૂત બનાવવા માટે Instagram પર કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. મંગળવારે Instagramના વડા એડમ મોસેરીએ જાહેરાત કરી કે 16 વર્ષથી ઓછી ઉંમરનો યુઝર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ માટે સાઇન અપ કરે છે, તો તે દરેકને ડિફોલ્ટ રૂપે પ્રાઇવેટ અકાઉન્ટ માનવામાં આવશે. સાઇન અપ કરતી વખતે બધા યુઝરો પબ્લિક અથવા પ્રાઇવેટ અકાઉન્ટ વચ્ચે પસંદગી કરી શકે છે. હવે યુવા યુઝરના અકાઉન્ટને પ્રાઇવેટ માનવામાં આવશે અને તેમને મેન્યુઅલ પબ્લિક અકાઉન્ટમાં સ્વિચ કરવું પડશે. ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયામાં નવા ફેરફારનો અમલ કરવામાં આવી રહ્યો છે.

યુઝર્સ પાસે જશે નોટિફિકેશન

યુવા યુઝર્સ જેની પાસે પહેલાથી જ પબ્લિક અકાઉન્ટ છે, તેમને એક નોટિફિકેશન જશે, જે પ્રાઇવેટ અકાઉન્ટના ફાયદા અંગે જણાવશે. સાથે જ એ જણાવશે કે ઇન્સ્ટાગ્રામ મુજબ તમારી પ્રાઇવસી સેટિંગ્સમાં ફેરફાર કેવી રીતે કરવો તે પણ જણાવશે. આ ફિચર હેઠળ સંદિગ્ધ અથવા રિપોર્ટ કરેલા અકાઉન્ટને ટિનેજર્સ સાથે ઇન્ટ્રેક્ટ થતા રોકી શકાય.

મોસેરીએ જણાવ્યું કે હું ત્રણ બાળકોનો પિતા છું. મને ખબર છે કે યુવાનો માટે એક એવો Instagram એક્સપીરિયન્સ બનાવવો મહત્વપૂર્ણ છે જે સિક્યોર અને પ્રાઇવેટ હોય અને રસપ્રદ પણ હોય. તેમણે જણાવ્યું કે અમે યુવાનો, માતાપિતા, કાયદા ઘડનારાઓ અને એક્સપર્ટના અભિપ્રાય સાંભળવાનું ચાલુ રાખીશું.

સિક્યોરિટી માટે આવશે આ ફિચર

Instagram તેના યુઝર્સ માટે નવા સિક્યોરિટી ચેક ફિચર લઇને આવશે. જે લોકોના Instagram Account Hack થઇ ચુક્યા છે, તેમના માટે આ ફિચર ખૂબ જ ખાસ છે. ઇન્સ્ટાગ્રામ આ ફિચર દ્વારા યુઝર્સને તેમના અકાઉન્ટની સેફ્ટી અંગે ગાઇડ કરશે. સ્ટેપ્સમાં લોગિન એક્ટિવિટ ચેક, પ્રોફાઇલ જાણકારીને રિવ્યૂ, શેરિંગ અકાઉન્ટને કન્ફર્મ કરવા અને અકાઉન્ટ રિકવરી કોન્ટેક્ટને અપડેટ કરવુ સામેલ છે. જ્યારે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પણ એક ફિચરની ટેસ્ટિંગ થઇ રહી છે. તેમા ફોટો, IGTV, રીલ અને વીડિયો શેરિંગ વધુ સરળ થશે.

Read Also

Advertisement

The post પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next