Advertisement

દષ્ટિ આપનારી શોધ / સ્માર્ટ બ્લાઈન્ડ સ્ટીક આપશે પ્રજ્ઞાચક્ષુઓને રસ્તામાં આવતી અડચણની માહિતી

05:06 PM Oct 22, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

પોરબંદરના વિદ્યર્થીઓએ દિવ્યાંગો માટે સ્માર્ટ બ્લાઈન્ડ સ્ટીક બનાવી છે. જેના વડે રસ્તામાં આવતી અડચણની ચેતવણી આપતી સ્ટીકથી અકસ્માત નિવારી શકાશે. પોરબંદરની સરકારી પોલીટેકનીક કમ્પ્યુટર વિભાગમાં સેમેસ્ટર-૫ માં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓ ત્રિવેદી ધવલ, કારીયા કોનાર્ક, મોઢા રોનક અને જોષી વિરેન દ્વારા દિવ્યાંગોને ખુબ જ ઉપયોગી એવા સ્માર્ટ  બ્લાઈન્ડ સ્ટીક બનાવી છે.

આ બ્લાઈન્ડ સ્ટીક રસ્તામાં આવતી અડચણની વોર્નિંગ આપશે. જેનાથી દિવ્યાંગોને થતાં અકસ્માત નિવારી શકાશે. આ બ્લાઈન્ડ સ્ટીક સામે આવતી અડચણને ૪ ફુટના અંતરતી ડિટેકટ કરી શકાશે અને બંને બાજુના અડચણને ૨ ફુટ અંતરથી ડીટેકટ કરી શકશે. વધુમાં આ સ્ટીક પ્રોગ્રામેબલ હોવાથી પ્રોગ્રામમાં ફેરફાર કરીને અડચણ ડીટેક્ટ કરવાના અંતરને વધઘટ કરી શકાય છે. સ્માર્ટ સ્ટીક બનાવવા વિદ્યાર્થીઓએ આરડીનો માઈક્ર કન્ટ્રોલર અને અલ્ટ્રાસોનીક સેન્સરનો ઉપયોગ કરેલો છે.

અલ્ટ્રાસોનીક સેન્સર સામેના અડચણનું અંતર માપશે અને માઈક્ર કન્ટ્રોલરને આપશે. માઈક્ર કન્ટ્રોલર અડચણનાં અંતરની ગણતરી કરીને વોર્નિંગ આપશે. વોર્નિંગ માટે એક બઝરનો અવાજ આવશે તથા વાઈબ્રેટીંગ મોડયુલથી સ્ટીક કંપન કરશે. બ્લાઈન્ડ સ્ટીક વિદ્યાર્થીઓએ સંસ્થામાં રહેલી ટીકરીંગ લેબમાં પ્રોફેસર મેહુલ ગુંદાળીયા અને કાર્તિક દેત્રોજાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી છે. ભવિષ્યમાં વિદ્યાર્થીઓ આ સ્ટીકમાં જીપીએસ અને વોઈસ મોડયુલ ઉમેરીને સ્ટીકને વધુ કાર્યક્ષમ બનાવવા માંગે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post દષ્ટિ આપનારી શોધ / સ્માર્ટ બ્લાઈન્ડ સ્ટીક આપશે પ્રજ્ઞાચક્ષુઓને રસ્તામાં આવતી અડચણની માહિતી appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next