Advertisement

એક્શન / કોવિશિલ્ડને લઇ ભેદભાવપૂર્ણ વલણ પર ભારત સરકારે ઉઠાવ્યો વાંધો, જવાબી કાર્યવાહીની શરૂ કરી તૈયારી

08:05 PM Sep 21, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

ભારત સરકારે બ્રિટનના કોવિશિલ્ડ વેક્સિનને માન્યતા ન આપવાના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ મંગળવારે જણાવ્યું હતું કે કોવિશિલ્ડને માન્યતા ન આપવાનો બ્રિટન સરકારનો નિર્ણય “ભેદભાવપૂર્ણ” હતો. તેમણે જણાવ્યું કે આ કારણોસર આ નીતિ બ્રિટનની મુસાફરી કરતા અમારા નાગરિકોને અસર કરે છે. વિદેશ મંત્રીએ બ્રિટનના નવા વિદેશ સચિવ સમક્ષ આ મુદ્દો મજબૂતી સાથે ઉઠાવ્યો છે.

બ્રિટિશ સરકાર દ્વારા જારી કરાયેલા નવા પ્રવાસ નિયમો અંગે વિવાદ ચાલુ છે. મંગળવારે કોંગ્રેસના સાંસદ શશી થરૂરે પણ આ અંગે આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે આવા નિયમો બનાવીને બ્રિટન બેવડા ધોરણો અપનાવી રહ્યું છે. થરૂરે જણાવ્યું કે મારી પાસે એટલો સમય નથી કે હું લંડન જઇ મારા દસ દિવસ ક્વોરેન્ટાઇનમાં બરબાદ કરું. મને રસીના બંને ડોઝ મળ્યા છે અને હું કોરોનાથી સંપૂર્ણપણે સુરક્ષિત છું. તેથી જ મેં મારી લંડન યાત્રા જ રદ કરી દીધી. આ સાથે તેમણે બ્રિટિશ સરકારના આ નિર્ણય સામે લોકોને અવાજ ઉઠાવવા માટે પણ અપીલ કરી છે.

ભારતમાં મોટાભાગના લોકોએ કોરોના રસી લીધી

ભારતમાં મોટાભાગના લોકોએ કોવિડશીલ્ડ રસી લીધી છે. આ બ્રિટનની એસ્ટ્રાઝેનેકા રસીનું ભારતીય વર્ઝન છે. તેને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ભારતમાં બનાવવામાં આવી છે, છતાં ભારતને યાદીમાંથી બહાર રાખવામાં આવ્યું છે. બ્રિટનમાં નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયન (AISAU)ના પ્રમુખ સનમ અરોરાએ જણાવ્યું હતું કે ભારતીય વિદ્યાર્થીઓ એ વાતને લઇ નારાજ છે કે તેમને લાગે છે કે આ એક ભેદભાવભર્યું પગલું છે કારણ કે અમેરિકા અને યોરિપિય સંઘના તેમના સમકક્ષોની સરખામણીમાં તેમની સાથે અલગ વર્તન કરવામાં આવી રહ્યું છે.

WHOએ પણ બ્રિટનના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો

આ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ બ્રિટનના આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે. એક અહેવાલ મુજબ WHOએ જણાવ્યું છે કે કોવિડશિલ્ડ WHOની ઈમરજન્સી રસીઓની યાદીમાં સામેલ છે. તેથી આ રસીને માન્યતા ન આપવી સંપૂર્ણપણે ખોટું છે. તેમણે જણાવ્યું છે કે WHOની ઇમરજન્સીની યાદીમાં સમાવિષ્ટ તમામ રસીઓને માન્યતા આપવી જોઈએ. ઉપરાંત અન્ય ઘણા લોકોએ પણ બ્રિટિશ સરકારના નિર્ણયને ખોટો ગણાવ્યો છે. ઉલ્લેખનીય છે કે 17 સપ્ટેમ્બરે બ્રિટને પોતાનો નવો પ્રવાસ નિયમ જારી કર્યો હતો. તેમાં ઘણા દેશોને રેડ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. આ નિયમ અનુસાર આફ્રિકા, દક્ષિણ અમેરિકા, યુએઈ, ભારત, તુર્કી, જોર્ડન, થાઈલેન્ડ અને રશિયામાં કોરોનાની રસી લેનારાઓને અનવેક્સિનેટેડ ગણવામાં આવશે. આ અંગે સતત ચર્ચા ચાલી રહી છે.

Read Also

Advertisement

The post એક્શન / કોવિશિલ્ડને લઇ ભેદભાવપૂર્ણ વલણ પર ભારત સરકારે ઉઠાવ્યો વાંધો, જવાબી કાર્યવાહીની શરૂ કરી તૈયારી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next