Advertisement

ચેતવણી/ વધુ ખતરનાક બની શકે છે ભારતની કોરોના સ્ટ્રેન, સંપૂર્ણ હર્ડ ઈમ્યુનિટી મેળવવી અશક્ય

09:10 AM Feb 22, 2021 | Bansari |
Advertisement

GSTV

દેશની સૌથી મોટી હોસ્પિટલ એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ ફરી એક વખત કોરોના અંગે ચિંતાજનક આગાહી કરી છે. તેમણે કહ્યું કે કોરોના સામે હર્ડ ઈમ્યુનિટી અંગે લોકોએ તેમની વિચારસરણી બદલવી જોઈએ. ચિંતાજનક બાબત એ છે કે સંપૂર્ણપણે હર્ડ ઈમ્યુનિટી મેળવવી અશક્ય છે.

ભારત જેવા વિશાળ દેશમાં હર્ડ ઈમ્યુનિટી અંગે વિચારવું મુશ્કે

ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, વ્યવહારુ જીવનમાં ભારત જેવા વિશાળ દેશમાં હર્ડ ઈમ્યુનિટી અંગે વિચારવું મુશ્કેલ છે. દેશમાં કોરોનાના અલગ અલગ પ્રકાર મુશ્કેલી ઊભી કરી રહ્યા છે તેવા સમયમાં આ બાબત આપણા માટે વિશેષરૃપે અશક્ય છે. ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં અચાનક જ વધારો થયો છે.

કોરોનાના અલગ અલગ પ્રકાર અને લોકોમાં ઈમ્યુનિટીનું અલગ અલગ સ્તર

કોરોના મહામારી સામેની ભારતની લડાઈમાં હજી સુધી આપણે જીત્યા છીએ તેવા મથાળા હેઠળના તેમના પુસ્તક અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે, આપણા દેશમાં હર્ડ ઈમ્યુનિટી એવી બાબત છે, જેને હાંસલ કરવી ઘણી જ મુશ્કેલ છે. તેનું કારણ કોરોનાના અલગ અલગ પ્રકાર અને લોકોમાં ઈમ્યુનિટીનું અલગ અલગ સ્તર છે. નિષ્ણાતોનું કહેવું છે કે સીરો-પ્રીવલન્સ સરવેમાં ૫૦થી ૬૦ ટકા લોકોમાં એન્ટી બોડીની હાજરી જોવા મળે તો વસતીના એક મોટા વર્ગમાં હર્ડ ઈમ્યુનિટી વિકસી હોવાનું કહી શકાય છે.

Read Also

The post ચેતવણી/ વધુ ખતરનાક બની શકે છે ભારતની કોરોના સ્ટ્રેન, સંપૂર્ણ હર્ડ ઈમ્યુનિટી મેળવવી અશક્ય appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next