Advertisement

પાડોશીઓ શાનમાં સમજી જાય તો સારું: સરહદે ચીન-પાકના કાન ખેંચવા આગામી સપ્તાહે સેનાના ઉચ્ચ અધિકારીઓ કરશે મોટી બેઠક

08:34 PM Oct 22, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

પાકિસ્તાન અને ચીનની સરહદે ગતિવિધિ વધી ગઈ છે. જેને ધ્યાને રાખીને ભારતીય સેનાના ટોચના અધિકારીઓ સોમવારે હાઈલેવલ બેઠક કરવાના છે. કમાન્ડરોની આ બેઠક દરમિયાન સરહદ પર સુરક્ષાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે.

આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે કે જ્યારે પાકિસ્તાની સેના એલઓસી પર યુદ્ધવિરામનો ભંગ કરી રહી છે. તેમજ ચીને પણ એલએસી પર સૈનિકોનો જમાવડો કરી રાખ્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેનાના કમાન્ડરોના આ સંમેલનમાં ચીનની સાથે ઉત્તર સરહદ પર વર્તમાન સ્થિતિ અને પશ્ચિમી મોર્ચે આતંકી જૂથોના સમર્થનમાં પાકિસ્તાની સેનાની કાર્યવાહી પર ચર્ચા કરવામાં આવશે.

આ ઉપરાંત પંજાબ અને આસપાસના વિસ્તારોમાં પાકિસ્તાની સેના અને તેની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની ગતિવિધીઓની સાથે સાથે દેશ સામે આવનારા પડકારો અંગે મંથન કરાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post પાડોશીઓ શાનમાં સમજી જાય તો સારું: સરહદે ચીન-પાકના કાન ખેંચવા આગામી સપ્તાહે સેનાના ઉચ્ચ અધિકારીઓ કરશે મોટી બેઠક appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next