Advertisement

અમોલ શેઠના ઠાગાઠૈયા/ પૂછપરછ માટે સતત ત્રીજી વખત ધરપકડ છતાં નથી આપતો સહયોગ, પોલીસ માટે નાણાં રિકવર કરવા અશક્ય

08:05 AM Oct 23, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

અનિલ સ્ટાર્ચમાં થયેલા આર્થિક ગોટાળા સામે આવ્યા બાદ ચેરમેન અમોલ શેઠની સતત ત્રીજી વાર ધરપકડ કરી છે. પણ અમોલ શેઠ પોલીસને તપાસમાં સહયોગ આપતો ન હોવાથી પોલીસ માટે નાણાંની રીકવરી સૌથી મોટો પ્રશ્ન બની રહ્યો છે.

તો બીજી તરફ  ક્રાઇમબ્રાંચ અનિલ સ્ટાર્ચ મિલના બે નંબરી હિસાબો સુધી પહોચવા માટે એકાઉન્ટનું ફોરેન્સીક ઓડીટ કરશે. તો નાણાં રોકાણની પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારીઓની  પુછપરછ પણ કરવામાં આવશે. ત્યારે આજે પણ કેટલાંક અન્ય રોકાણકારોએ ક્રાઇમબ્રાંચમા ંઅરજી આપી હોવાની માહિતી મળી રહી છે.

અનિલ સ્ટાર્ચ મીલના અમોલ શેઠની અમદાવાદની ક્રાઇમબ્રાંચે ત્રીજી વાર ધરપકડ કરીને રૂપિયા 3.64 કરોડની છેતરપીંડીને લઇને પુછપરછ શરૂ કરી છે.  જો કે તે તપાસમાં સહયોગ આપતો ન હોવાથી રોકાણકારો પાસેથી આવતા નાણાંના રોકાણની વિગતો  મેળવવામાં ખુબ જ મુશ્કેલી પડી રહી છે. જેમાં નાણાં અનિલ સ્ટાર્ચના કર્મચારીઓ દ્વારા લેવામાં આવતા હોવાને કારણે તે કઇ જાણતો  ન હોવાનો રાગ આલાપી રહ્યો છે.

જેથી કરાડો રૂપિયાની છેતરપીંડીના કેસમાં નાણાંની રીકવરી કરવી સૌથી અઘરી બાબત બની રહી છે અને હાલની પુછપરછ ઔપચારિક બની રહી છે. જો કે પોલીસ આ કેસમાં બિનહિસાબી નાણાંના રોકાણના મુળ સુધી પહોંચવા માટે ફોરોન્સીક ઓડીટની મદદથી મળતી વિગતોને આધારે તપાસ કરવામાં આવશે. જેમાં અનિલ સ્ટાર્ચમાં નાણાં સ્વીકારવાથી માંડીને ક્યાં ક્યાં રોકવામાં આવ્યા? તેની માઇક્રો ડીટેઇલ  મેળવવામાં આવશે.

Advertisement

તો સાથેસાથે અનિલ સ્ટાર્ચના એકાઉન્ટ વિભાગના કર્મચારીઓના નિવેદનો લેવામાં આવશે. ત્યારે આજે ક્રાઇમબ્રાંચમાં અન્ય કેટલાંક રોકાણકારોએ  અમોલ શેઠ વિરૂધ્ધ અરજી આપી છે. જેથી છેતરપીંડીની રકમનો આંક વધી શકે તેમ છે. જો કે હજુ આ  પુછપરછમાં પોલીસ અમોલ શેઠ પાસેથી કોઇ નક્કર વિગતો પ્રાપ્ત કરી શકી નથી.

READ ALSO

The post અમોલ શેઠના ઠાગાઠૈયા/ પૂછપરછ માટે સતત ત્રીજી વખત ધરપકડ છતાં નથી આપતો સહયોગ, પોલીસ માટે નાણાં રિકવર કરવા અશક્ય appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next