Advertisement

OTT પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરવા માંગો છો, તો અપનાવો આ રીત

08:21 PM Jul 05, 2021 | Vishvesh Dave |
Advertisement

GSTV

જુદાં જુદાં ઓટીટી પ્લેટફોર્મ પર કન્ટેન્ટનો આપણે અલગ અલગ રીતે લાભ લઈ શકતા હોઇએ છીએ. કેટલાંક પ્લેટફોર્મ પર લાઇવ સ્ટ્રીમિંગની સગવડ હોય છે. એટલે કે આપણે જે તે મૂવી કે વેબસિરિઝ જોવાનું શરૂ કરીએ એ સાથે તેનું ડાઉનલોડિંગ શરૂ થાય અને મોબાઈલમાં જ્યાં સુધી ઇન્ટરનેટ કનેકશન મળે ત્યાં સુધી આપણે વિના અંતરાયે એ કન્ટેન્ટની મજા માણી શકીએ. હવે ઇન્ટરનેટની સ્પીડ ઘણી સારી થઈ ગઈ હોવાથી આપણે કન્ટેન્ટ જોવામાં આગળ વધતા જઇએ તેના પ્રમાણમાં કન્ટેન્ટ ડાઉનલોડ થવાની ઝડપ વધુ હોય. આથી મોબાઇલમાં ઇન્ટરનેટ કનેકશન બંધ થાય તે પછી પણ અમુક સમય સુધીનું કન્ટેન્ટ આપણે જોઈ શકીએ. જ્યારે નેટફ્લિક્સ જેવા પ્લેટફોર્મ પર અત્યાર સુધી એવી સ્થિતિ હતી કે આપણે જે મૂવી કે સિરિઝ જોવી હોય તે આખેઆખી ડાઉનલોડ થયા પછી જ આપણે તેને પ્લે કરવાનું શરૂ કરી શકીએ.

નેટફ્લિક્સને હવે સમજાયું છે કે ભારત જેવા અમુક દેશોમાં ડેટા કે વાઇ-ફાઇ કનેકશન બહુ વિશ્વસનીય ન હોય ત્યાં આખેઆખી મૂવી કે સિરિઝ ડાઉનલોડ થવામાં સમય લાગી શકે છે. પરિણામે હવે નેટફ્લિક્સમાં પણ એન્ડ્રોઇડ ફોન અને ટેબલેટમાં પાર્શિયલ ડાઉનલોડિંગની સુવિધા ઉમેરી દેવામાં આવી છે. આ કારણે આપણે કન્ટેન્ટ પૂરેપૂરું ડાઉનલોડ થયા પહેલાં તેને પ્લે કરવાનું શરૂ કરી શકીએ છીએ.

નેટફ્લિક્સની આઇઓએસ એપમાં આ સુવિધા હવે મળશે. નેટફ્લિક્સમાં ૨૦૧૬ સુધી ઇન્ટરનેટ કનેકશન હોય તો જ કન્ટેન્ટ જોઈ શકાય તેવી સ્થિતિ હતી એ પછી ભારત જેવા દેશને ધ્યાનમાં રાખીને કન્ટેન્ટ ડાઉનલોડ કરીને ઓફલાઇન પણ જોઈ શકાય તેવી સગવડ ઉમેરવામાં આવી. નેટફ્લિક્સના ભારતમાંના યૂઝર્સ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રમાણમાં કન્ટેન્ટ ડાઉનલોડ કરવાનું પસંદ કરે છે.

એ પછી નેટફ્લિક્સમાં સ્માર્ટ ડાઉનલોડની સુવિધા પણ ઉમેરાઈ. જેને કારણે આપણે કોઈ એક સિરિઝનો એપિસોડ જોતા હોઇએ ત્યારે તેના પછીનો એપિસોડ આપોઆપ ડાઉનલોડ થઈ જાય છે. એ ઉપરાંત ‘ડાઉનલોડ્સ ફોર યૂ’ જેવી સુવિધા પણ ઉમેરાઈ છે, જેને કારણે આપણી વોચ હિસ્ટ્રી ધ્યાનમાં લઇને આપણને ગમી શકે તેવા શો અને મૂવી આપોઆપ ડાઉનલોડ કરીને તે જોવાનું આપણને સૂચવવામાં આવે છે.

Advertisement

ALSO READ

The post OTT પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરવા માંગો છો, તો અપનાવો આ રીત appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next