Advertisement

હેલ્થ ટિપ્સ / બેદરકારી પડી શકે છે તમારા પર ભારે, મોઢા પર દેખાય આ લક્ષણ તો કરાવી લો તપાસ નહીંતર…

04:47 PM Oct 25, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

આજકાલના સમયમાં હૃદયનો હુમલો એ એક સામાન્ય વાત બની ગઈ છે. યુવાનો પણ આજકાલ આ સમસ્યાના વધારે પડતા શિકાર બની રહ્યા છે. જો સમય રહેતા આ લક્ષણોને ઓળખી લેવામા આવે તો તમે આ સમસ્યાના શિકાર બનતા બચી શકો છો. સામાન્ય રીતે હૃદયનો હુમલો આવવા પાછળ હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, જેનેટિક ડીસોર્ડર અથવા વધતી જતી ઉમર જેવા કારણો જવાબદાર હોય છે પરંતુ, અમુક એવા સંકેત પણ છે કે, જેનાથી આપણે હજુ પણ અજાણ છીએ.

આ બંને બીમારીઓ વચ્ચે છે અતૂટ સંબંધ :

એક અભ્યાસ પ્રમાણે મોઢાની અંદર અનુભવાતા અમુક લક્ષણો પણ હૃદયનો હુમલો આવવા પાછળ જવાબદાર હોય શકે છે. ફોરેન્સિક ઇન્સ્ટિટ્યૂટ અને હાર્વર્ડ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકો દ્વારા આયોજિત જર્નલ ઓફ પિરિયોડોન્ટલમા પ્રકાશિત એક અહેવાલમાં જણાવવામા આવ્યું છે કે, પિરિયોડોન્ટાઇસિસ ની સમસ્યાથી પીડાતા લોકોમા હૃદયની સમસ્યાઓ થવાનુ જોખમ ખુબ જ વધારે પડતુ રહે છે. ડોક્ટરો એ પેઢાના સોજા અને ધમનીની બળતરા વચ્ચે મજબૂત જોડાણ શોધી કાઢ્યું છે, જે હાર્ટ એટેક, સ્ટ્રોક અથવા હૃદય સંબંધિત અન્ય બીમારીઓ માટે જવાબદાર કારણ હોય શકે છે.

304 લોકો પર કરવામા આવ્યું પરીક્ષણ :

આ અભ્યાસની શરૂઆતમા 304 જેટલા સ્વયંસેવકોની ધમનીઓ અને પેઢાની ટોમોગ્રાફી સ્કેન કરવામાં આવી હતી. જ્યારે આ લોકોનું ચાર વર્ષ પછી ફરીથી સ્કેન કરવામાં આવ્યું ત્યારે 13 જેટલા લોકોમાં હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ જોવા મળ્યું હતું. સંશોધનકર્તા પાસેથી જાણવા મળ્યુ કે, પિરિયોડોન્ટલની સમસ્યાથી પીડાતા લોકોમાં હૃદય સાથે સંકળાયેલ બીમારીઓનુ જોખમ વધારે પ્રમાણમા હોય છે.

આ દર્દીઓને નથી કોઈ ખતરો :

સંશોધકોના મતે એ જાણવુ પણ જરૂરી છે કે, જે લોકોને પિરિયોડોન્ટલ બીમારી પહેલા હાડકા સાથે જોડાયેલી કોઈ સમસ્યા રહી હોય તો તેમને હૃદયની બીમારીઓનું જોખમ વધારે પડતુ રહેતું નથી. આવી સમસ્યા એવા લોકોમાં વધારે પડતી જોવા મળતી હોય છે, જેમના પેઢાં પર સોજો આવી ગયો હોય. સંશોધકો એવું માનેછે કે, પિરિયોડોન્ટલ સોજા હાડકાના માધ્યમથી સંકેત આપનારી કોશિકાઓને સક્રિય કરે છે, જે ધમનીઓમાં બળતરાની સમસ્યાને વધારે છે.

સંશોધનકર્તાઓએ આપી આ ચેતવણી :

Advertisement

સંશોધકોએ ચેતવણી આપતા જણાવ્યું કે, જો કોઈ વ્યક્તિ હૃદય સાથે જોડાયેલી બીમારીઓ માટે સંવેદનશીલ હોય તો તેમણે પિરિયોડોન્ટલ બીમારીને અવગણવી જોઈએ નહીં. જો તમે ઈચ્છો તો આ માટે તમારા ડેન્ટિસ્ટની મદદ પણ લઈ શકો છો. તમારા પેઢાંની તપાસ કર્યા પછી ડેન્ટિસ્ટ તમને સંભવિત જોખમો વિશે જણાવી શકે છે અને ત્યારબાદ તમે સમયસર તેની સારવાર કરી શકો. તેથી, જો તમને પણ આવા સંકેતો જોવા મળે તો તરત જ તમારા ડોક્ટરનો સંપર્ક કરો.

Read Also

The post હેલ્થ ટિપ્સ / બેદરકારી પડી શકે છે તમારા પર ભારે, મોઢા પર દેખાય આ લક્ષણ તો કરાવી લો તપાસ નહીંતર… appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next