Advertisement

IAS Success Story: સ્માર્ટ સ્ટડી અને ભારે મહેનતના પ્રતાપે પ્રેરણા સિંહ બની UPSC ટોપર, તેમની પાસેથી જ જાણો સક્સેસ ટિપ્સ

04:20 PM Sep 20, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

દર વર્ષે લખો વિદ્યાર્થીઓ UPSCની પરીક્ષાની તૈયારીઓ કરતા હોય છે પરંતુ અમુક જ વિદ્યાર્થીઓને તેમાં સફળતા મળતી હોય છે. સફળ થનાર ઉમેદવારોની એક યુનિક રીત હોય છે જેને અનુસરીને તેઓ પરીક્ષાની તૈયારીઓ કરતા હોય છે. ચોક્કસ રણનીતિ અને સખત મહેનતને પરિણામે તેઓ સફળતા મેળવે છે. તેમની આ સફળતા અન્ય ઉમેદવારો માટે પ્રેરણાદાયી હોય છે. વર્ષ 2017ની બેચના IAS અધિકારી પ્રેરણા સિંહની સ્ટોરી પણ લાખો યુવાનોને પ્રેરિત કરે છે.

પ્રેરણા સિંહનું માનવું છે કે NCERTની ધોરણ 6થી લઈને 12 સુધીના પુસ્તકોનું વાંચન કરવાથી પાયો મજબૂત થાય છે. તેઓ કહે છે કે જો તમારે સમય ઓછો હોય તો ધોરણ 9થી 12ના પુસ્તકો વાંચવાનું ન ભૂલો. તેમણે આ જ રીતે તૈયારી શરૂ કરી હતી. જયારે તમારું બેઝિક ક્લિયર થઇ જાય છે ત્યારબાદ પોતાના સિલેબસનો ઊંડાણ પૂર્વક અભ્યાસ કરો.

IAS અધિકારી પ્રેરણા સિંહનું માનવું છે કે તૈયારી કરતા સમયે તમે તમારા પુસ્તકો માંથી નાની નાની નોટ્સ તૈયાર કરો. તેનાથી તમે ઓછા સમયમાં પોતાના મોટાભાગના સિલેબસને કવર કરી શકો છો અને તેનું સરળતાથી રિવીઝન કરી શકો છો. તેમના જણાવ્યા મુજબ રિવીઝનને કારણે તમે પરીક્ષામાં સફળતા મેળવી શકો છો.

IAS અધિકારી પ્રેરણા સિંહ મુજબ વર્તમાન સમયમાં UPSCની તૈયારી માટે તમારે સ્માર્ટ સ્ટડી પર પણ ધ્યાન આપવું પડશે. તેનાથી તમારી સમય પણ બચશે અને તેનો ઉપયોગ તમે રિવીઝન કરવામાં કરી શકો છો.

Advertisement

તેઓ મને છે કે સખત મહેનત અને વધુમાં વધુ રિવીઝન સફળતા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. તેમો જણાવે છે કે દરેકે દરેક ઉમેદવારે પોતાના સિલેબસનુ સંપૂર્ણ અને વધુમાં વધુ વખત રિવીઝન કરવું જરૂરી છે. 2017 બેચના IAS અધિકારી પ્રેરણા સિંહ હાલ ઉત્તર પ્રદેશના ઇટાવામાં ચીફ ડેવલપમેન્ટ ઓફિસરના પદ પર કાર્યરત છે. આ પહેલા તેઓ મુરાદાબાદમાં જોઈન્ટ મેજિસ્ટ્રેટ હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post IAS Success Story: સ્માર્ટ સ્ટડી અને ભારે મહેનતના પ્રતાપે પ્રેરણા સિંહ બની UPSC ટોપર, તેમની પાસેથી જ જાણો સક્સેસ ટિપ્સ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next