Advertisement

સોશિયલ મીડિયા પર પોસ્ટ ‘લાઇક’ને લઇ પતિ-પત્ની વચ્ચે બબાલ, વડોદરાથી સામે આવ્યો અજીબોગરીબ કિસ્સો

11:21 PM Oct 25, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

સોશિયલ મીડિયા પર લાઇક અને કોમેન્ટ્સ ઘણી વખત અંગત જીવનને અસર કરે છે. આવી જ એક ઘટના વડોદરામાંથી સામે આવી છે. હકીકતમાં વડોદરામાં એક મહિલાને તેના પતિ દ્વારા કથિત રીતે ત્યારે માર માર્યો જ્યારે તેણે સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ પર ‘લાઇક’ને લઇ તેની સાથે દલીલ કરે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મહિલાએ અભયમ હેલ્પલાઇન પર ફોન કર્યો.

અહેવાલ મુજબ મહિલા અને તેના પતિ અલગ-અલગ સોશિયલ મીડિયા અકાઉન્ટ ચલાવે છે. જ્યારે તેણીએ જોયું કે તેના પતિની સોશિયલ મીડિયા પોસ્ટ અપલોડ થયાની થોડી જ મિનિટોમાં ‘લાઈક’ થઈ રહી છે, તો તે ઈર્ષ્યાથી ભરાઈ ગઈ.

એક અહેવાલ મુજબ 22 ઓક્ટોબરના રોજ મહિલાએ પોતાનો પિત્તો ગુમાવી દીધો. તેણીએ તેના પતિનો મોબાઈલ ફોન છીનવી લીધો, જેથી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મામલો એટલો વધી ગયો કે તેના પતિએ તેને માર માર્યો. ત્યારબાદ તેણીએ અભયમ હેલ્પલાઇન પર ફોન કર્યો અને ફરિયાદ કરી કે તેણીને તેના પતિ દ્વારા માર મારવામાં આવી રહ્યો છે.

કાઉન્સેલરે મહિલાના પતિને આપી ચેતવણી

રિપોર્ટમાં એક કાઉન્સેલરના હવાલાથી કહેવામાં આવ્યું છે કે તેના પછી અભયમ હેલ્પલાઇન કાઉન્સેલર દંપતીના ઘરે ગયા હતા. સૌથી પહેલા, અમે મહિલાના પતિને ચેતવણી આપી હતી કે તે તેની પત્નીને ફરીથી મારશે નહીં, નહીં તો તેને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે. બીજી તરફ અમે મહિલાને જણાવ્યું કે તે સોશિયલ મીડિયા પર જે નોટિસ કરે છે તેનું ખોટું અર્થઘટન ન કરે.

Read Also

Advertisement

The post સોશિયલ મીડિયા પર પોસ્ટ ‘લાઇક’ને લઇ પતિ-પત્ની વચ્ચે બબાલ, વડોદરાથી સામે આવ્યો અજીબોગરીબ કિસ્સો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next