Advertisement

હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીના મોત બાદ વિવાદ, મૃતદેહને પાકિસ્તાનના ધ્વજમાં લપેટવા મામલે ફરિયાદ દાખલ

12:05 PM Sep 05, 2021 | pratik shah |
Advertisement

GSTV

અલગતાવાદી સંગઠન હુર્રિયત કોન્ફરન્સના નેતા સૈયદ અલી શાહ ગિલાનીના મોત બાદ તેમના મૃતદેહને પાકિસ્તાનના ધ્વજમાં લપેટવા મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી છે… પોલીસે એક વીડિયોના આધારે ફરિયાદ નોંધી છે કે જેમાં ગિલાનીના મૃતદેહને પાકિસ્તાનના ધ્વજમાં લપેટવામાં આવ્યો હતો.

ગિલાનીના સહયોગીએ પાકિસ્તાનનો ધ્વજ હટાવી દીધો

જ્યારે પોલીસ જેવી મૃતદેહને પોતાના કબ્જામાં લેવા માટે આગળ વધી ગિલાનીના સહયોગીએ પાકિસ્તાનનો ધ્વજ હટાવી દીધો… પોલીસે 1 સપ્ટેમ્બરની રાત્રે ગિલાનીના ઘરે ગેરકાયદેસર પ્રવૃતિઓને લઇને એફઆઇઆર દાખલ કરી છે. ગિલાનીના મોત બાદ તેમના ઘરે કેટલીક મહિલાઓએ પણ કથિત રીતે પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરી. આ ઉપરાંત ગિલાનીની દફનવિધિ દરમ્યાન રાષ્ટ્રવિરોધી સુત્રોચ્ચાર પણ થયા હોવાનું સામે આવ્યું છે. સૈયદ અલી શાહ ગિલાનીને 2 સપ્ટેમ્બરના રોજ શ્રીનગરમાં તેમના હૈદરપોરા નિવાસસ્થાનની પાસેના સ્થાનિક કબ્રસ્તાનમાં દફન કરવામાં આવ્યા હતા.

READ ALSO

The post હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીના મોત બાદ વિવાદ, મૃતદેહને પાકિસ્તાનના ધ્વજમાં લપેટવા મામલે ફરિયાદ દાખલ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next