Advertisement

કોરોનાના ડર સામે માનવતાની જીત: વડોદરાના કેમિસ્ટે જીવન જોખમે કોરોના પોઝિટિવ દર્દીનો આ રીતે બચાવ્યો જીવ

05:25 PM Apr 07, 2021 | Pritesh Mehta
Advertisement

GSTV

કોરોનાની મહામારીએ એવો ભય ફેલાવ્યો છે કે લોકો સંક્રમણના ડરે એકબીજાને મદદ કરતા પણ ખચકાટ અનુભવે છે. ત્યારે વડોદરાના એક વેપારીએ માનવતાની મિસાલ પૂરી પાડી છે. વડોદરામાં દવાની દુકાનમાં ખરીદી કરવા આવેલા 50 વર્ષીય ગ્રાહક કૌશિક શાહ કે જે કોરોનાથી સંક્રમિત પણ હતા તે અચાનક બેભાન થઇને ઢળી પડ્યા હતા. પરંતુ વેપારી બાલકૃષ્ણ ગજ્જર અને તેમના સહકર્મચારી રોનકે પળનો પણ વિલંબ કર્યા વગર સીપીઆર પદ્ધતિથી કૌશિક શાહને પ્રાથમિક સારવાર આપતા તેમનો જીવ બચી ગયો હતો.

જ્યારે આ ઘટના બની ત્યારે અન્ય ગ્રાહકો ગભરાઇને આઘાપાછા થઇ ગયા. પરંતુ બાલકૃષ્ણભાઇ અને રોનકે કોરોનાનો કોઇ ડર રાખ્યા વગર અને પોતાનો જીવ જોખમમાં મુકી કૌશિક શાહની તાત્કાલિક મદદ કરી.

કૌશિક શાહને કોરોના હોવાથી તેમને બચાવનાર બાલકૃષ્ણ ગજ્જર પણ કોરોનાથી સંક્રમિત થયા. જો કે બાલકૃષ્ણભાઇનું કહેવું છે કે કોરોનાનું સંક્રમણ તો મટી જશે. પરંતુ ગ્રાહકના જીવને જોખમ સર્જાત તો માનવતા પર લાગેલું સંક્રમણ ક્યારેય સાજું ન થઇ શકત. મારો કોરોના રિપોર્ટ ભલે પોઝિટિવ આવ્યો પરંતુ ગ્રાહકનો જીવ બચી ગયાનો અપાર સંતોષ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post કોરોનાના ડર સામે માનવતાની જીત: વડોદરાના કેમિસ્ટે જીવન જોખમે કોરોના પોઝિટિવ દર્દીનો આ રીતે બચાવ્યો જીવ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next