Advertisement

ઑફર/ Samsungના 6000mAH બેટરીવાળા સ્માર્ટફોન પર બંપર ડિસ્કાઉન્ટ, ઓછી કિંમતમાં મળશે ધાંસૂ ફીચર્સ

03:32 PM Sep 21, 2021 | Bansari |
Advertisement

GSTV

Samsung એ ગણતરીના વર્ષોમાં એવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે, જેમાં તગડી બેટરી સાથે ગજબ કેમેરા છે. ફોનની કિંમત ઓછી છે, પરંતુ ફીચર્સ અનલિમિટેડ છે. યુઝર્સ પણ આવા જ ફોનની તલાશમાં રહે છે. જેની કિંમત ઓછી હોય અને ફીચર્સ ધાંસૂ હોય. જો તમે પણ આવા જ ફોનની તલાશમાં છો તો Samsung નો મોંઘો ફોન સસ્તામાં મળી રહ્યો છે. વધુ ફીચર્સ વાળો ફોન તમે 12 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદી શકો છો. Samsung સ્માર્ટફોન ઓફરમાં Samsung Galaxy F22 વેચી રહી છે.

Samsung Galaxy F22 Price And Offers

Samsung Galaxy F22ના 4GB RAM અને 64 GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 12,999 રૂપિયા છે અને 6GB RAM અને 128 GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 14,999 રૂપિયા છે. આ ફોન પર ઓફર Samsung.com પર જ આપવામાં આવી રહી છે. જો તમે ઓફિશિયલ વેબસાઇટ પર ICICI કાર્ડથી પેમેન્ટ કરશો તો હજાર રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ 20K Advantage વાઉચર સાથે 350 રૂપિયાનું ઑફ આપવામાં આવી રહ્યું છે. એટલે કે ફોન પર 1350 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. 12,999 રૂપિયા વાળો ફોન તમને 11,649 રૂપિયામાં પડશે. આ ડિસ્કાઉન્ટ Samsung Shop App દ્વારા પહેલીવાર ખરીદી પર આપવામાં આવશે.

Samsung Galaxy F22 ના સ્પેસિફિકેશન્સ

ફોન 90Hz રિફ્રેશ રેટ સાથે સેગમેન્ટ-અગ્રણી 6.4 ઇંચ HD + sAMOLED ડિસ્પ્લે સાથે આવે છે. ફોનમાં રિયર ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. પ્રાઇમરી કેમેરા 48 મેગાપિક્સલ, સેકેન્ડરી કેમેરા 8 મેગાપિક્સલ અને બાકી બે 2-2 મેગાપિક્સલનો કેમેરા છે. ફોનમાં 13 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે.

6000mah ની છે બેટરી

ફોનને પાવર આપવા માટે 6000 એમએએચની બેટરી આપવામાં આવી છે, જે 15 વોટ ચાર્જિંગ ટેક્નોલોજી સપોર્ટ કરે છે. ફોનના કિનારા પર ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. ફોનમાં 4G LTE અને યુએસબી-ટાઇપ સી જેવા કનેક્ટિવિટી ફીચર્સ છે.

Read Also

Advertisement

The post ઑફર/ Samsungના 6000mAH બેટરીવાળા સ્માર્ટફોન પર બંપર ડિસ્કાઉન્ટ, ઓછી કિંમતમાં મળશે ધાંસૂ ફીચર્સ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next