Advertisement

ફટાફટા ચેક કરો / WhatsApp પર આવી રીતે રિકવર કરી શકો છો ડિલીટ મેસેજ, ખૂબ જ આસાન છે પ્રોસેસ

11:26 PM Sep 20, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

વોટ્સએપ (WhatsApp) વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. આપણે ઘણી વાર આપણી WhatsApp ચેટને ભૂલથી ડિલીટ કરી દઈએ છીએ અથવા ક્યારેક આપણે જાણી જોઈને ડિલીટ કરી દઈએ છીએ, જેના માટે યુઝર્સને પાછળથી પસ્તાવો થાય છે. તમારી ડિલીટ કરી નાખેલી ચેટ પાછી મેળવવાની કેટલીક રીતો છે. અહીં અમે તમને તમારી ડિલીટ કરેલી ચેટ્સને એક્સેસ કરવાની બે રીતો જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા ઘણા કામોને સરળ બનાવી શકે છે.

WhatsApp ચેટને કેવી રીતે રિકવર કરવી

ટ્રિક 1-: જોકે તમારી બધી ચેટ રીઅલટાઇમમાં દેખાય છે, તમને જાણ હોવી જોઇએ કે તમારા ફોનમાં હંમેશા તમારી ચેટનો બેકઅપ હોય છે અને તમે તેને કોઇપણ સમયે રિકવર કરી શકો છો. આ ફીચર ફક્ત એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ છે.

  • 1- તમારા ફોનમાં ફાઇલ મેનેજર ઓપન કરો
  • 2- ફાઇલ મેનેજરમાં WhatsApp ફોલ્ડર ખોલો અને ડેટાબેસ પર ક્લિક કરો. આ ફોલ્ડરમાં તમામ WhatsApp બેકઅપ ફાઇલ હોય છે.
  • 3- msgstore.db.crypt12 ફાઇલના નામને એડિટ કરો
  • 4- તેને msgstore_backup.db.crypt12 નામ આપો. આ પ્રક્રિયા તેને નવી ફાઇલમાં પરિવર્તિત થવાથી બચાવશે.
  • 5- હવે તમારી લેટેસ્ટ બેકઅપ ફાઇલનું નામ બદલો msgstore.db.crypt12
  • 6- હવે ગૂગલ ડ્રાઇવમાં જાવ અને તમારા WhatsApp બેકઅપને ડિલીટ કરો
  • 7- નેક્સ્ટ પ્રોસેસમાં તમારા WhatsAppને અનઇંસ્ટોલ કરો અને તેને ફરીથી ઇંસ્ટોલ કરો
  • 8- જેમ જ તમે રિસ્ટોર પર ક્લિક કરો, અહીં msgstore.db.crypt12ને સિલેક્ટ કર્યા પછી ‘રિસ્ટોર’ને સિલેક્ટ કરો. હવે તમે ડિલીટ મેસેજને ચેક કરી શકશો.

WhatsApp ચેટ રિકવર ટ્રીક 2

તમે તમારી WhatsApp ચેટને બીજી રીતે પણ રિકવર કરી શકો છો. આ ટ્રિકનો ઉપયોગ Android અને iOS બંને યુઝર્સ કરી શકે છે. તમારા WhatsAppને અનઇન્સ્ટોલ કર્યા પછી, તેને તમારા સ્માર્ટફોનમાં ફરીથી ઇન્સ્ટોલ કરો. જ્યારે તમે તેને ફરીથી ઇન્સ્ટોલ કરો છો, ત્યારે તે iCloud અથવા Google ડ્રાઇવમાંથી બેકઅપ રિકવર કરવાની પરમિશન માંગશે. હવે તમે તમારા બેકઅપને રિકવર કરી શકો છો અને તમારા ડિલીટ મેસેજને ચેક કરી શકો છો.

Read Also

The post ફટાફટા ચેક કરો / WhatsApp પર આવી રીતે રિકવર કરી શકો છો ડિલીટ મેસેજ, ખૂબ જ આસાન છે પ્રોસેસ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next