Advertisement

કામનું / શું તમે આધાર કાર્ડ એનરોલમેન્ટ નંબર ભૂલી ગયા છો? ટેન્શન લેવાની જરૂર નથી, આ રહી પાછા મેળવવાની સરળ રીત

06:08 PM Sep 21, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

આજની તારીખમાં આધાર કાર્ડ એક ખૂબ જ અગત્યનું દસ્તાવેજ બની ગયું છે. પછી ભલે બેંક ખાતા ખોલાવવું હોય કે મોબાઇલ સિમ ખરીદવાનું હોય, ઘર અને કાર ખરીદવામાં પણ આધાર કાર્ડ ખૂબ મહત્વનું છે. આજે દરેક જગ્યાએ આધારકાર્ડ જ પહેલી માંગ છે.

હકીકતમાં આધારમાં 12 અંકનો કોડ હોય છે, જેમાં તમારી બાયોમેટ્રિક અને અન્ય માહિતી સુરક્ષિત હોય છે. આ કોડ આ પેપરનો સૌથી મહત્વનો ભાગ છે. આધાર કાર્ડની ફોટોકોપી લગભગ દરેક જગ્યાએ માંગવામાં આવે છે, જોકે ડિજિટલ વિશ્વમાં હવે તેના નંબરથી કામ થવા લાગ્યા છે. તેમાં એક સુવિધા એ પણ છે કે જો તમે આધાર કાર્ડની નકલ તમારી સાથે રાખવાનું ભૂલી ગયા હોવ તો પણ તેને ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય છે.

એટલે કે જો તમને આધાર એનરોલમેન્ટ નંબર યાદ ન હોય તો પણ તમે તેની ઈ-કોપી ડાઉનલોડ કરી શકો છો. આજે અમે તમને કેટલીક એવી રીતો જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે આધાર નંબર, જેને એનરોલમેન્ટ નંબર તરીકે પણ ઓળખાય છે, ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો. આવો ચાલો જાણીએ કે કઈ રીતે આધાર એનરોલમેન્ટ નંબર સરળતાથી મળી શકે છે.

આ છે રીત

  • સૌ પ્રથમ Uidai.gov.in વેબસાઈટ પર જાઓ.
  • પછી આધાર સર્વિસ સેક્શનમાં જાઓ.
  • અહીં રિટ્રીવ લોસ્ટ અથવા ફોરગોટન ઈઆઈડી અથવા યૂઆઈડી પર ક્લિક કરો
  • ત્યારબાદ મોબાઇલ પર મળેલા ઓટીપી નંબરને દાખલ કરી લોગઇન કરો
  • ત્યારબાદ આધાર નંબર અથવા એનરોલમેન્ટ આઈડી તમારા મોબાઇલ નંબર અથવા તમારા દ્વારા રજીસ્ટર કરાવવામાં આવેલા ઈમેલ આઈડી પર આવશે

આગલા પેજ પર તમે આધાર નંબર અથવા UID ઓપ્શન પસંદ કરી શકો છો. જો તમે UID ઓપ્શન પસંદ કરો છો, તો તમારે એનરોલમેન્ટ ID ઓપ્શન પર જવું પડશે અને આગળના સ્ટેપને ફોલો કરો. આ ઓપ્શન પસંદ કર્યા પછી હવે તમે તમારુ પૂરું નામ જેમ આધાર કાર્ડમાં હશે, મોબાઇલ નંબર અથવા ઇમેઇલ આઈડી એન્ટર કરો. આ પછી તમને તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર એક OTP આવશે. જેની મદદથી તમે આધાર એક્સેસ કરી શકશો.

Read Also

Advertisement

The post કામનું / શું તમે આધાર કાર્ડ એનરોલમેન્ટ નંબર ભૂલી ગયા છો? ટેન્શન લેવાની જરૂર નથી, આ રહી પાછા મેળવવાની સરળ રીત appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next