Advertisement

કામનું / WhatsApp દ્વારા આવી રીતે ચેક કરી શકો છો બેંક બેલેન્સ, જાણો સમગ્ર પ્રક્રિયા

08:35 PM Sep 15, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

WhatsAppનો ઉપયોગ ઘણા લોકો પ્રાઇમરી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ તરીકે કરે છે. તે ભારતમાં યુપીઆઈ પેમેન્ટની સેવા પણ આપે છે. WhatsApp મારફતે તમે રૂપિયા મોકલી અથવા મંગાવી શકો છો, જેમ કોઈ અન્ય UPI એપ્લિકેશનથી કરો છો.

જો તમે WhatsApp UPI પેમેન્ટને સેટ નથી કર્યું તો તમે તેને પેમેન્ટ ઓપ્શન તરીકે સેટ કરી શકો છો. આ ઓપ્શન તમને એપની સેટિંગમાં મળી જશે. તેના માટે તમારે ટોપ જમણી તરફના ત્રણ લાઇન પર ક્લિક કરવાનું રહેશે.

આગળ વધતા પહેલા તમને જણાવી દઇએ કે તમે એ જ બેંક અકાઉન્ટને લિંક કરી શકશો, જેના પર WhatsApp નંબર ચાલુ છે. એટલે તમે જે નંબર પર WhatsApp ચલાવો છો, એ જ નંબરથી જ તમારુ બેંક અકાઉન્ટ પણ રજીસ્ટર્ડ હોવું જોઇએ.

છેલ્લે તમારે UPI પિન સેટ કરવાનું હોય છે. પિન એવો જોઇએ જે તમને યાદ રહી જાય, કારણ કે તેના દ્વારા જ તમારે ટ્રાન્જેક્શન કરવાનું હોય છે. તેનાથી જ તમે બેંક બેલેન્સ ચેક કરી શકો છો. અહીં તમને બેંક બેલેન્સ ચેક કરવાની રીત જણાવી રહ્યા છે.

Advertisement

સૌથી પહેલા WhatsAppને ઓપન કરો. ત્યારબાદ પેમેન્ટ પેમેન્ટ પર જાવ. અહીં બેંક અકાઉન્ટને સિલેક્ટ કરો. ત્યારબાદ View Account Balance પર ક્લિક કરો. અહીં પિન નાખો. પિન નાખ્યા પછી બેંક બેલેન્સ દેખાશે. તમે રૂપિયા મોકલતા સમયે પણ બેલેન્સ ચેક કરી શકો છો.

Read Also

The post કામનું / WhatsApp દ્વારા આવી રીતે ચેક કરી શકો છો બેંક બેલેન્સ, જાણો સમગ્ર પ્રક્રિયા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next