Advertisement

‘હેલો સર, હું ફલાણી તમારા માટે લ્હાણી લઈને આવી છું’આ પ્રકારના માથાના દુઃખાવા સમાન Spam Calls માટે ‘બાબાજીની બૂટી’આજે જ ટ્રાય કરો

04:07 PM Sep 16, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

‘આજકાલ કામના ફોન કરતા ફાલતુ ફોન વધુ આવે છે…’ તમે પણ ક્યારેકને ક્યારેક આવું બોલ્યા જ હસો જયારે Spam Calls આવ્યા હશે.  Spam Calls ઝડપથી વધી રહ્યા છે. કેટલાંક કોલ્સ તો એવા હોય છે જેમને કટ કરવા છતાં વારંવાર આવતા રહે છે. તેમને બ્લોક પણ કરી દેવામાં આવે તો નંબર બદલીને ફોન આવવા લાગે છે. આજે અમે તમારી અનુભવાતી આ સમસ્યાનું કાયમી સમાધાન લઈને આવ્યા છીએ. અને આ સમસ્યાનું સમાધાન છે ‘બાબાજીની બૂટી’. ‘બાબાજીની આ બૂટી એટલી કારગર છે કે તમારા Spam Callsનો માથાનો દુઃખાવો કાયમ માટે દૂર થઇ જશે.

અમારી આ ‘બાબાજીની બૂટી’ તમને સરળતાથી પ્લેસ્ટોર પર મળી રહેશે. આ બાબાજીની બૂટીના સામાન્ય ભાષામાં કોલ બ્લોકીંગ એપ્સ કહે છે. જી હા… બાબાજીની બૂટી એટલે કે કોલ બ્લોકીંગ એપ્સ જે ગુગલ પ્લે સ્ટોર પર આ પ્રકારની અનેક એપ્સ છે જે તમને સાવધાન કરી દે છે કે તમને જે કોલ આવ્યો છે તે Spam Call છે કે નહીં. તમારે પ્લે સ્ટોર પર આ એપ્સ સર્ચ કરવાની મહેનત પણ કરવાની જરૂર નથી. અમે તમને અહીં જ આ એપ્સ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આ એપ્સ ન માત્ર Spam Calls અંગે જાણકારી આપશે પરંતુ સાથે સાથે આ એપ્સ દ્વારા કોલ બ્લોક પણ કરી શકાય છે.

કોલ બ્લોક કરતી 5 એન્ડ્રોઇડ એપ્સ

બાબાજીની બૂટી 1 : Truecaller

Truecaller એપનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. આ એપ અજાણ્યા કોલની ઓળખ કરવામાં મદદ કરે છે. આ એપ ફેક, ફ્રોડ કોલ્સ અને Spam Callsની ઓળખ કરે છે અને તેને બ્લોક પણ કરે છે. આ એપ દ્વારા કોઈપણ નંબરને બ્લેકલિસ્ટ કરી શકાય છે અને બ્લોક પણ કરી શકાય છે.

બાબાજીની બૂટી 2: Hiya

Hiya એપ પણ ઘણી શાનદાર છે. આ એપ Spam Callsની ઓળખ કરી શકે છે અને બ્લોક પણ કરી શકે છે. Hiya દ્વારા તમે ફોન બુક કોન્ટેક્ટ્સમાં નામ અને સરનામું પણ એડ કરી શકો છો.

બાબાજીની બૂટી 3: Calls Blacklist

Advertisement

Calls Blacklist એક સારી એપ છે. આ એપ કોલ અને SMS બંને માટે કોલ બ્લોકર તરીકે કામ કરે છે.

બાબાજીની બૂટી 4: Should I Answer?

Should I Answer નામની આ એપ એક સારું ઓપ્શન છે. આ એપમાં સ્પેમ નંબર્સનો એક મોટો ડેટાબેઝ છે. જે સતત અપડેટ થતો રહે છે. આ એપ દ્વારા આંતરરાષ્ટ્રીય કોલ્સ પણ બ્લોક થઇ શકે છે. 

બાબાજીની બૂટી 3: Call Blocker

Call Blocker એપ દ્વારા કોલસેન્ટર, સ્પામ નંબર્સ, રોબોકોલ, રેલીમાર્કેટિંગ વગેરે જેવા અજાણ્યા કોલને બ્લોક કરવાનું મોટો કામ કરે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post ‘હેલો સર, હું ફલાણી તમારા માટે લ્હાણી લઈને આવી છું’ આ પ્રકારના માથાના દુઃખાવા સમાન Spam Calls માટે ‘બાબાજીની બૂટી’ આજે જ ટ્રાય કરો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next