Advertisement

Aladdin : અરેબિયન નાઈટ્સમાં આ સ્ટોરી નહોતી, તો પછી આવી ક્યાંથી ?

12:35 AM Dec 23, 2019 | Mayur |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Mayur Khavdu : The Arabian Nights tales or One Thousand and One Nights. મૂળ ઈરાક અને ઈરાનની કૃતિ હોય અને હશે તેવું લાગે.1992માં ડિઝનીની પ્રસારિત સિરીયલમાં બાળકો જોઈ ચૂક્યા છે. પણ અરેબિયન નાઈટ્સ એ મૂળ કથા ચાઈનીઝ હતી. Antoine Galland જેણે 1704માં સૌ પ્રથમ વખત અરેબિયન નાઈટ્સની કથાઓનું ફ્રેન્ચ ભાષામાં રૂપાંતરણ કર્યું હતું. ફ્રેન્ચ ભાષામાંથી એ કથા અંગ્રેજીમાં આવી ગઈ. ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષાને ફઈ દિકરાનું નામ પાડે તેવો વ્યવહાર જેથી કૃતિને તીડના ઝૂંડની જેમ ફેલાતા વાર ન લાગી. ગુજરાતીમાં તે ખૂબ મોડેથી આવી. ધનસુખલાલ મહેતાએ નબળી જોડણીવાળો અનુવાદ કર્યો એ પછી બાળકો માટે ગમતીલી વાર્તાઓ લઈ રમણલાલ સોની આવ્યા. તેમણે અરેબિયન નાઈટ્સનું ત્રણ પેટા પ્રકારમાં વિભાજન કર્યું જેથી મૂળ વાર્તાઓનો અશ્લીલ સંદર્ભ દબાય જાય અને બોધપાઠ સાથે મનોરંજન મળે. આ ત્રણ પેટા પ્રકાર છે સાહસ, હાસ્ય અને જાદુ. ગુજરાતના મોટાભાગના બસસ્ટેન્ડો પર 20 રૂપિયાની નજીવી કિંમતે અરેબિયન નાઈટ્સની ચોપડીઓ પણ મળતી. જે અત્યારે કોઈ પાસે જ હશે.

વેપારીએ કહેલી ત્રણ વાર્તાઓ

ફિલ્મમાં દર્શાવવામાં નથી આવ્યું. ડિઝની એ પણ વર્ષો સુધી તેના પર અંધારા નામનો પડદો ઢાંકી રાખ્યો. વાસ્તવમાં અલાદ્દીનની કથા એરેબિયન નાઈટ્સમાં છે જ નહીં. Antoine Galland તેમાં ત્રણ વાર્તાઓ ઉમેરી હતી. જેમાં અલીબાબા 40 ચોર, અલાદ્દીન અને સિંદબાદની સાત સફરનો સમાવેશ થાય છે. પણ ફેન્ચના આ કથાકાર Antoine Galland પાસે આ વાર્તાઓ આવી કઈ રીતે ? વાત કંઈક એવી બની કે કથાઓ સાંભળવાના શોખીન એવા શ્રીમાન Antoine Gallandની મુલાકાત સિરીયાના Hanna Diyab સાથે થઈ. 75 વર્ષની ઉંમર થઈ ત્યારે તેણે તેની આત્મકથા પણ બહાર પાડી હતી. તેને ઈટાલી અને ફ્રેન્ચ આ બંન્ને ભાષાનું બહોળું જ્ઞાન હતું. પોતે નખશીખ ગુજરાતીની માફક વેપારી હતો. એ 17મી માર્ચ 1709ની સાલ હતી. વાર પણ કહી દઉં તો રવિવાર હતો. જ્યારે Antoine Gallandની Hanna Diyab સાથે ભેટ થઈ. કુલ 5 વાર્તાઓ કહી હતી જેને ગેરાલ્ડની ડાયરીમાં લખવામાં આવ્યું તે પ્રમાણે જોઈએ તો ‘‘Hanna Diyab મને આ ત્રણ વાર્તાઓ કહી ત્યારે માર્ચ મહિનો ચાલતો હતો. જૂન મહિનામાં તે લેખિત ફોર્મેટમાં આવી અને મેં તેને The Arabian Nights tales or One Thousand and One Nightsમાં ભેળવી દીધી.’’

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

વાર્તાને રિબૂટ કરવી

1992માં જ્યારે પ્રથમ વખત અલાદ્દીન નામની સિરીયલ બની ત્યારે ઈરાકના બગદાદને રાખવાની જગ્યાએ ડિઝનીના સર્જકોએ Agrabah નામનું નવું સીટી બનાવી નાંખ્યું. જેમાં એક રાજા છે. તેની સુંદર રાજકુમારી છે. એક વહેશી દરિંદા જેવો વજીર છે. અને ગામમાં એક ચોર અલાદ્દીન રહે છે. ચોરી કરતાં કરતાં અનાયાસે તેની મુલાકાત જાસ્મીન નામની સુંદરી સાથે થઈ જાય છે. તેની ચોરી કરવાની મદમસ્ત કળાથી આકર્ષિત થઈ વજીર તેને લેમ્પ (અલાદ્દીનનો ચિરાગ) લેવા માટે ગુફામાં મોકલે છે. જ્યાં તેને વજીરની ગુસ્તાખીનો ખ્યાલ આવે છે. અબુ નામનો વાંદરો, એ ગુફામાંથી મળેલ કાલીન અને જીની મળી અલાદ્દીનની દુનિયાને જૂઠના ભ્રમજાળથી બહેતરીન બનાવી નાખે છે. જીની બહાર નીકળી પોતાના માલિક અલાદ્દીનની ત્રણ ઈચ્છાઓ પૂર્ણ કરવાનું કહે છે. અલાદ્દીન રાજકુમાર બને છે પણ પ્રેમ સત્યતાની ધાર પર ચકાસવામાં આવતો હોય છે. જેથી અલાદ્દીનને પણ તે ભોગવવાનો વારો આવે છે. છેલ્લે 1992માં રિલીઝ થયેલી અલાદ્દીનને જોનારાઓને તેના અંતનો ખ્યાલ હશે જ અને 2019માં આવેલી નવી અલાદ્દીન માત્ર અને માત્ર ટેક્નોલોજી. જો હિન્દીમાં જુઓ તો હ્યુમરની દ્રષ્ટિએ અદભૂત છે.

નવી અલાદ્દીન કેવી છે ?

નવી અલાદ્દીનમાં અલાદ્દીન અને અબ્બુ જ રહે છે. અલાદ્દીન જે કથામાંથી ઉદભવ્યો છે તેમાં લખ્યા પ્રમાણે તે આળસુ છે. અતિ આળસુ છે. તેની માતા પણ છે. જે અલીફ લૈલામાં ઘણાં લોકો જોઈ ચૂક્યા છે. આ વાત ફ્રેન્ડશીપની છે. એક જાનવર અબુ નામનો વાંદરો અને એક દિવ્ય શક્તિ ધરાવતો જીન. જો કે આ બંન્ને સિવાય ત્રીજુ કાલીન પણ છે. જે હમસફર બની અલાદ્દીનની સાથે ને સાથે જ રહે છે. અલાદ્દીને તેને બચાવ્યો તે કોઈ દિવસ ભૂલતો નથી.

ગીતોમાં આડેધડ ઘુમતી ફિલ્મ

Advertisement

જે Beauty And The Beastમાં જોઈ ચૂક્યા છે તે અહીં પણ છે. ઘણા બધા ગીત છે. બધા ગીતો અડચણ પેદા કરે છે. કોઈ ટીપીકલ બોલિવુડ ફિલ્મ જોતા હો તેવી વારંવાર અનુભૂતિ થાય છે. રાજકુમારીને મળતી વખતે ગીત. રાજકુમારીને શહેરનો અનુભવ કરાવતી વખતે ગીત. દિલ તૂટતા પણ અજય દેવગનની સ્ટાઈલમાં ગીત. ચોરી કરતાં પણ ગીત અને જીની પોતાનો પરિચય કરાવડાવે તો પણ ગીત. આટલા બધા ગીતોને કાઢી ડાઈલોગ રાખવામાં આવે તો ડિઝનીની ફિલ્મની સ્ક્રિપ્ટ લાંબી થઈ જાય. ફિલ્મમાં મેજીકલ એલિમેન્ટને દર્શાવવા માટે ગીત રાખવામાં આવ્યા છે. બે ગીત સહન કરવા લાયક છે બાકી હોલિવુડ ફિલ્મમાં ભારતીય ઓડિયન્સ બેકગ્રાઊન્ડ મ્યુઝિક સહન કરી શકે પણ હિન્દીમાં ટીપીકલ અનુવાદિત્ત એવા ગીતો કોઈ દિવસ સહ્યેબલ નથી.

હિન્દીમાં ગીતો સહન નથી થતા પણ ડાઈલોગ સહન થઈ જાય છે. જીનીનો અવાજ વારંવાર બદલ્યા કરે છે. જેમ 1992ની ડિઝનીમાં બદલતો હતો. એ અવાજ ચેતન શશીતલે આપ્યો હતો. જેને ડબીંગ ઈન્ડસ્ટ્રીના બેતાજ બાદશાહ ગણવામાં આવે છે. વિલ સ્મિથ બનતા જીનીના અવાજમાં બોલિવુડ ફિલ્મોનું પ્રેંક વધારે બતાવવામાં આવ્યું છે. બે વસ્તુઓ ફિલ્મમાં જોવા લાયક છે. કલાકારોના તૈયાર કરવામાં આવેલા લુગડા જેને અંગ્રેજીમાં કોસ્ચુમ કહેવાય અને સેટ ડિઝાઈનીંગ. સિનેમેટોગ્રાફી પણ સ્પેશિયલ ઈફેક્ટનો ચંદરવો ઓઢાડવામાં આવ્યો હોય તેવી લાગે છે. બધુ કૃત્રિમતાના કચકડે મઢેલું છે, પણ સારું લાગે છે. 1992ની ડિઝનીની અલાદ્દીનની તુલનાએ આ ફિલ્મમાં માત્ર જીવતા અને હરતા ફરતા મનુષ્યો છે. બાકી કંઈ છે નહીં.

Guy Ritchie. આ ભાઈએ ફિલ્મનું ડાયરેક્શન કર્યું છે. ખ્યાલ છે તેના ખાતામાં એક સુપરહિટ વાર્તામાંથી બનાવેલી સેમીહિટ ફિલ્મ બોલે છે ? રોબર્ટ ડોની જૂનીયરની શેરલોક હોમ્સ. જે 2009ની સાલમાં આવી હતી. મજબૂત કથાઓને તોડીમરોડી રજૂ કરવા તેમની હથોટી છે. હથોટી કરતાં તેમના હાથમાં હથોડા નામનું શશ્ત્ર વધારે છે તેવું કહીએ તો ઉચિત લાગે. જે તેઓ ગમે ત્યારે ઉગામી શકે છે.

એક્ટિંગ કરો એક્ટિંગ …

વિલ સ્મિથ. સુપર્બ. જીનીનો આ રંગ કૃષ્ણની યાદ અપાવી જાય ! તેની એક્ટિંગ લાજવાબ છે. અત્યાર સુધી જે કોઈએ નથી જોયું કહાની ત્યાંથી શરૂ થાય છે. આપણે ત્યાં મહાભારત ઘણાના વ્યૂથી દર્શાવવામાં આવે તેમ. દ્રોપદી, ભીમ, અર્જૂન, કૃષ્ણ એમ આ વખતે વાર્તા જીનીની નજરથી કહેવામાં આવી છે. તેને તેના દિકરાઓ ગીત ગાવાનું કહે છે પણ ના… તેનો અવાજ ખરાબ છે અન અવાજ ખરાબ જ રહ્યો હોત તો સારું હતું. વિલ સ્મિથ જેવો ગીત ગાવાની શરૂઆત કરે કે એક બાદ એક ગીતોની લાંબી લચક લાઈનો લાગવા લાગે. અલાદ્દીનના પ્યારમાં પડવા થનગનતી ઓડિયન્સને તકરાર કરવાનું મન થાય અને પછી ગમે તેમ પીછો છોડાવવા દર્શકને ફરાર થવાનું મન થાય.

ઈજીપ્શિયન-કેનેડિયન એક્ટર મેના મસૂદ અલાદ્દીન નથી લાગતો. તેની જગ્યાએ દેવ પટેલનું કાસ્ટિંગ પરફેક્ટ લાગેત કારણ કે તેમાં અલાદ્દીનનું કેરેક્ટર ફિટ બેસી જાય છે. કોઈ વ્યક્તિ ઈજીપ્શિયન નાગરિકત્તા ધરાવતો હોય કે ત્યાં જન્મેલો હોય તેનો અર્થ એવો તો નથી કે તેને ફિલ્મમાં લીડ સ્ટારનો રોલ આપી દેવો. આવું જ જાસ્મીનનું છે. નાઓમી સ્કોટના કપડાં અને વધારે લગાવેલો મેકઅપનો થથેડો તેને જાસ્મીન નથી બનાવતો. મેઈન લીડ કાસ્ટમાં લોચમલોચા છે. એ બંન્ને કરતાં સારો અભિનય વાંદરા અને કાલીને કર્યો છે. મરવાન કેન્ઝરી જાફર બન્યો છે. જાફરના રોલ માટે કોઈ પણ એવો વ્યક્તિ ચાલી શકે જેના ચહેરા પર ખૂન્નસ તરી આવતું હોય. મરવાન વિલન લાગશે પણ લુચ્ચાઈ સાથે તેના ચહેરા પર દૂર દૂર સુધી નાતો નથી. કદાચ એટલા માટે કે અલાદ્દીન એ ઓડિયન્સ સાથે થયેલું લાયન કિંગ કૃત્ય છે.

READ ALSO

The post Aladdin : અરેબિયન નાઈટ્સમાં આ સ્ટોરી નહોતી, તો પછી આવી ક્યાંથી ? appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next