Advertisement

વધુ એક હિટ એન્ડ રન / અમદાવાદ બાદ હવે થરાદમાં કાર ચાલક બન્યો બેફામ, બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત

09:39 AM Jun 30, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

હજુ તો રાજ્યમાં ગઇ કાલે મંગળવારના રોજ અમદાવાદના શિવરંજની પાસે હિટ એન્ડ રન અકસ્માતમાં ગરીબ પરિવારની એક મહિલાનું મોત નિપજ્યું હતું. આ સાથે જ આ ઘટનામાં ઘાયલ થયેલા 35 વર્ષિય બાબુભાઇ ભાગોર પણ બ્રેન ડેડ થયા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આજે ફરીથી વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેર પાસે પણ હિટ એન્ડ રનની ઘટના આજે સર્જાઈ હતી. જેમાં એક અજાણ્યા કારચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ટક્કર મારીને કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જો કે, આ બનાવની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે જઈને લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી હતી.

ગઇ કાલે અમદાવાદ ખાતે સર્જાઇ હતી હિટ એન્ડ રનની ઘટના

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત મંગળવારના રોજ અમદાવાદના શિવરંજની પાસે હિટ એન્ડ રન અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. સાથે આ ઘટનામાં ઘાયલ થયેલા 35 વર્ષિય બાબુભાઇ ભાગોર પણ બ્રેન ડેડ થયા છે. 35 વર્ષીય બાબુભાઇ ભાગોર બ્રેનડેડ થયો હોવા છતાં ગણતરીની કલાકમાં જ પરિવાર સિવિલ હોસ્પિટલમાંથી તાત્કાલિક રજા લઇને તેમના વતન દાહોદ રવાના થઇ ગયો હતો.

અમદાવાદના શિવરંજની હિટ એન્ડ રન અકસ્માતમાં મહિલાનું મોત તો થયું જ છે. પરંતુ આ ઘટનામાં ઘાયલ થયેલા 35 વર્ષિય બાબુભાઇ ભાગોર પણ બ્રેન ડેડ થયા હોવાનું સામે આવ્યું છે. 35 વર્ષીય બાબુભાઇ ભાગોર બ્રેનડેડ થયો હોવા છતા ગણતરીની કલાકમાં જ પરિવાર સિવિલ હોસ્પિટલમાંથી તાત્કાલીક રજા લઇને તેમના વતન દાહોદ રવાના થઇ ગયો હતો.

Advertisement

સૌ પહેલાં ઇજાગ્રસ્તોને સોલા સિવિલ ત્યારબાદ વધુ સારવાર માટે અસારવા સિવિલ લઇ જવાયા હતા.જેમાં 35 વર્ષીય બાબુભાઇ ભાગોર અને 11 વર્ષીય ચેતન ભાગોરને હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં 35 વર્ષીય બાબુભાઇ બ્રેનડેડ થઇ ગયા હતા. જો કે આશ્ચર્યજનક રીતે પીડિત પરિવારે તાત્કાલીક રજા લઇ લીધી હતી અને તેમના વતન દાહોદ જવા રવાના થઇ ગયો હતો.

પર્વ શાહ જાણે કાર રેસ કરવા નીકળ્યો હોય તેવી રીતે તેની સ્પીડ બેફામ હતી…તેની કારની સાથે જ અન્ય એક કાર હતી.જેની સાથે પર્વ કદાચ રેસીંગ કરી રહ્યો હોય તેવી શકયતા છે.પરંતુ પર્વના પિતા શૈલેષ શાહ પોલીસ પીછો કરતી હોવાનું કહીને પોલીસ સમક્ષ આક્ષેપો કરીને કાર રેસિંગની વાતને ખોટી ગણાવી છે. જો કે આ ઘટનાને નજરે જોનાર લોકો કાર બેફામ સ્પીડે હોવાનું કહી રહ્યા છે.

પર્વ શાહ પોતે 22 વર્ષનો છે

પર્વ શાહ પોતે 22 વર્ષનો છે અને તેના પિતા શૈલેષ શાહ કાપડના બિઝનેસમેન છે…પર્વ શાહ અકસ્માત સર્જીને પોતાના ઘરે ગયો હોવાની વાત તેના પિતાએ કહી…એટલું જ નહીં પર્વ શાહના પિતાએ પર્વ પાસે લાયસન્સ હોવાની વાત પણ કહી..જો કે મહત્વનું એ છેકે પર્વ શાહ જે કાર ચલાવી રહ્યો હતો તે કારના 9 જેટલા ઇ-મેમો પણ બાકી હોવાનું સામે આવ્યું છે.

લોકો તેમને મારવા દોડયા હતા જેથી ડરીને તે ભાગી ગયો

અકસ્માત સર્જીને એક મહિલાને મોતને ઘાટ ઉતારનાર પર્વ શાહે એવો પણ દાવો કર્યો કે તેણે અકસ્માત સર્જયો ત્યારબાદ લોકો તેમને મારવા દોડયા હતા જેથી ડરીને તે ભાગી ગયો હતો…પરંતુ અહીં સવાલ થાય કે પર્વ શાહ પૂરપાટ ઝડપે અન્ય કાર જઇ રહી હતી તે કાર કોની હતી..શું તે પર્વના મિત્રો જ હતા કે પછી અન્ય કોઇ…જે પોલીસ માટે તપાસનો વિષય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post વધુ એક હિટ એન્ડ રન / અમદાવાદ બાદ હવે થરાદમાં કાર ચાલક બન્યો બેફામ, બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next