Advertisement

ટ્રિક/ સીક્રેટ ચેટ અને ફોટોઝને Whatsapp પર આ રીતે છુપાવો, આંગળીના ટેરવે જ થઇ જશે તમારુ કામ

04:16 PM Jul 08, 2021 | Bansari |
Advertisement

GSTV

WhatsApp આપણા જીવનનું હવે અભિન્ન અંગ બની ગયું છે. તેનો ઉપયોગ આપણે ચેટિંગ, કોલિંગ અને વીડિયો કોલિંગ માટે કરીએ છીએ. આ ઉપરાંત આપણી ઘણી પ્રાઇવેટ ચેટ અને કમ્યુનિકેશન થાય છે. જેની પ્રાઇવસી આપણા માટે ઘણી રીતે જરૂરી છે. પ્રાઇવસી જાળવી રાખવા માટે લોકો ઘણી રીતે અજમાવે છે. ઘણાં લોકો એપ લૉકનો યુઝ કરે છે જે પાસવર્ડ પ્રોટેક્ટેડ હોય છે. પ્રાઇવસી માટે તમે Fingerprint Lock નો પણ ઉપયોગ કરી શકો છો. તેના ઑન રહેવા પર તમારે એપ એક્સેસ કરવા માટે તમારી ફિંગરપ્રિન્ટનો યુઝ કરવો પડશે. ચાલો તમને જણાવીએ તેને યુઝ કરવાની રીત.

આ ફોનમાં ઉપલબ્ધ છે ફિંગર પ્રિન્ટ સેંસર

ફિંગર પ્રિન્ટ લૉક ફક્ત Android 6.0 અથવા તે બાદના વર્ઝનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર વાળા Android ફોન પર ઉપલબ્ધ છે જે Google ફિંગરપ્રિન્ટ APIને સપોર્ટ કરે છે. ફિંગરપ્રિન્ટ લૉકનો ઉપયોગ કરવા માટે તમારે તેને તમારા ફોનની સેટિંગમાં ઑન કરવાનું છે. એપ લૉક હોવા પર પણ તમે કૉલનો જવાબ આપી શકો છો. 

ફિંગરપ્રિન્ટ લૉક ઑન કરવા માટે

– WhatsApp ઓપન કરો

– અન્ય ઓપ્શન પર જાઓ. સેટિંગ્સમાં એકાઉન્ટ પર જાઓ

Advertisement

– પ્રાઇવસી પર ટેપ કરો

– નીચે સુધી સ્ક્રોલ કરો

– ફિંગરપ્રિન્ટ લૉક પર ટેપ કરો

– ફિંગરપ્રિન્ટથી અનલૉક કરો અને ઑન કરો

– તમારી ફિંગરપ્રિન્ટ કન્ફર્મ કરવા માટે ફિંગરપ્રિન્ટ સેન્સર ટચ કરો

– ફિંગરપ્રિન્ટ આપ્યા બાદ તમે સિલેક્ટ કરી શકો છો કે કેટલા સમય બાદ WhatsAppને લોક કરવામાં આવે.

-જો તમે નવી મેસેજ નોટિફિકેશનમાં મેસેજનું પ્રિવ્યુ જોવા માંગતા હોય, તો નોટિફિકેશનમાં શૉ કંટેટને ઑન કરો.

Read Also

The post ટ્રિક/ સીક્રેટ ચેટ અને ફોટોઝને Whatsapp પર આ રીતે છુપાવો, આંગળીના ટેરવે જ થઇ જશે તમારુ કામ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next