Advertisement

છત્રી-રેઇનકોટ કાઢી રાખજો/ આગામી 5 દિવસ ગુજરાતને ધમરોળશે મેઘો, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

10:13 AM Aug 31, 2021 | Bansari |
Advertisement

GSTV

રાજ્યમાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે. પાંચ દિવસ વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ અને રાજકોટમાં ભારે વરસાદ પડશે. તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા પંથકમા પણ માધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા પધાર્યા છે. ત્યારે નિરાશ થયેલા ખેડૂતોમાં ફરી આશાનો સંચાર થયો છે. ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને આંશિક રાહત થઈ છે.

વાપીમાં ધોધમાર વરસાદ

વાપીમાં મોડી રાતની વરસાદનું આગમન થયું હતું..વાપીમાં ગાજવીજ સાથે અંધરાધાર વરસાદ શરૂ થયો હતો.વાપી દમણ સેલવાસ ઉમરગામ કપરાડા ધરમપુર પારડી અને વલસાડમાં ધોધમાર વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.લાંબા વિરામ બાદ વરસાદના આગમનને લઈ ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ભારે વરસાદને લઈ વાપીમાં વીજ પ્રવાહ ખોરવાયો હતો.વરસાદના આંકડાની જો વાત કર્યે તો વલસાડમાં 41 એમએમ વરસાડ પડ્યો હતો,પારડીમાં 48 એમએમ વરસાદ નોંધાયો છે.વાપીમાં 64 એમએમ વરસાદ નોંધવામાં આવ્યો હતો.ધરમપુરમાં 11.એમએમ વરસાદ નોંધવામાં આવ્યો હતો જ્યારે કપરાડામાં 09 એમએમ વરસાદ નોંધાયો હતો.

  • વલસાડ. 41. એમ એમ.
  • પારડી. 48. એમ એમ.
  • વાપી. 64. એમ એમ.
  • ઉમરગામ. 102. એમ એમ.
  • ધરમપુર. 11. એમ એમ.
  • કપરાડા. 09. એમ એમ.

ઉમરગામમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા

ઉમરગામ તાલુકામાં મધ્ય રાત્રીથી મેઘરાજા મન મૂકીને વરસતા પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે ઉમરગામ તાલુકાના નીચાણ વાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા. ઉમરગામના રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા હતા. ઉમરગામ જીઆઈડીસીના મોટા ભાગના માર્ગો પર પણ પાણી ભરાયા. તો સ્ટેશન વિસ્તારના મુખ્ય માર્ગ પર જૈન મંદિર પાસે દુકાનોમાં પાણી ઘુસી જતા વેપારીઓની મુશ્કેલી વધી હતી.

Read Also

The post છત્રી-રેઇનકોટ કાઢી રાખજો/ આગામી 5 દિવસ ગુજરાતને ધમરોળશે મેઘો, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next