Advertisement

ભારે વરસાદથી વલસાડના નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ : માલપુરમાં વરસાદની બઘડાટી

04:46 PM Jul 11, 2018 | Yugal Shrivastava |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે મેઘરાજાએ નવસારી જિલ્લામાં ધડબડાટી બોલાવી છે. આ ઉપરાંત વલસાડમાં પડી રહેલા ભારે વરસાદથી વલસાડની ઔરંગા નદીમાં જળસ્તર વધી રહ્યું હોવાથી વહીવટી તંત્રએ સાવચેતીના પગલાં સ્વરૂપે સાયરન વગાડી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની સૂચના આપી છે.

 અમરેલી પંથકમાં મેઘરાજાનું ફરીવાર આગમન થયું છે. જ્યારે અરવલ્લીના માલપુર તાલુકામાં ધોધમાર વરસાદ પડતા માલપુર સહિત આજુ-બાજુના વિસ્તારમાં વરસાદ પડવાના કારણે ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

નીચાણવાળા વિસ્તારમાં સાયરન દ્વારા એલર્ટ

Advertisement

વલસાડમાં પડી રહેલા વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં સાયરન દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડની ઔરંગા નદીમાં જળસ્તર વધી રહ્યું હોવાથી વહીવટી તંત્રએ સાવચેતીના પગલાં સ્વરૂપે સાયરન વગાડી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતી રાખવાની સૂચના આપી છે. શહેરના દાણા બજાર,છીપવાડ,બરુડીયાવાડ, કૈલાશ રોડ, આબ્રમા, સહિત ઓવાડા જેવા નિચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. આ તમામ વિસ્તારમાં ૧ થી દોઢ કલાકમાં પાણી આવે એવી શક્યતા છે. ત્યારે વલસાડ કલેક્ટરે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને લઈને તંત્ર સજ્જ હોવાની માહિતી આપી હતી.

ભરૂચમાં વરસાદે પુનઃ જમાવટ કરી હતી. હવામાન વિભાગની આગાહી સાચી પડી હતી.અને મેઘરાજાએ પુન: આગમન કર્યુ હતુ.ત્યારબાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.જો કે ધીમીધારે વરસેલા વરસાદની અસર ટ્રાફિક પર નહીવત જોવા મળી હતી.અને ટ્રાફિક રાબેતા મુજબ દેખાતો હતો.

વડિયા અને બગસરામાં ધીમીધારે વરસાદ

અમરેલી પંથકમાં મેઘરાજાનું ફરીવાર આગમન થયું છે. વડિયા અને બગસરામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. આજ સવારથી વાદળછાયું વાતાવરણ છવાયા બાદ ઝરમર વરસાદની શરૂઆત થતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. વાવણી મુજબ વરસાદ થવાથી ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટના ગોંડલમાં સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો. બપોર પછી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ભાવનગર અને આજુબાજુના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ

ભાવનગર અને આજુબાજુના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.ત્યારબાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો કેટલીક યુવતીઓએ ઘરના દરવાજામાં જ રહીને વરસતા વરસાદને જોઇને તેની મજા માણી હતી. તો કેટલાક ઘરોની અગાસીઓમાં પણ પાણી ભરાઇ ગયા હતા.

માલપુર તાલુકામાં ધોધમાર વરસાદ

અરવલ્લીના માલપુર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. માલપુર સહિત આજુ-બાજુના વિસ્તારમાં વરસાદ પડવાના કારણે ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. વરસાદ પડવાના કારણે મુરજાતા પાકને જીવતદાન મળ્યું છે. તો વળી માલપુરમાં લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી છે.

The post ભારે વરસાદથી વલસાડના નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ : માલપુરમાં વરસાદની બઘડાટી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next