Advertisement

વાવ પંથકમાં ભારે વરસાદને શાળામાં ચાર ફુટ જેટલા પાણી ભરતા રજા જાહેર કરાઈ

06:16 PM Jul 30, 2019 | Nilesh Jethva |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

વાવના માડકા ગામે સતત બીજે દિવસે પણ પાણીનો પ્રવાહ યથાવત રહેતા પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલમાં બાળકો માટે રજા જાહેર કરવામાં આવી હતી. વાવ પંથકમાં પડેલા 10 ઈંચ વરસાદના કારણે માડકા ગામમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયું હતું. માડકાની પ્રાથમિક શાળામાં પણ 4 ફૂટ જેટલું પાણી ભરાઈ જવાથી બાળકો શાળામાં આવી શકે તેવી સ્થિતિ નહોતી. જેથી બાળકો માટે રજા જાહેર કરવામા આવી હતી. શિક્ષકો પોતાની ફરજના ભાગરૂપે શાળામાં હાજર રહ્યા હતા.

ભારે વરસાદના પગલે નીચાણવાળા મોરિખા, માડકા અને વાવડી સહિત ગામોમાં પાણી ફરી વળ્યું હતું. સમગ્ર પંથકમાં પૂર જેવો માહોલ સર્જાયો હતો. ભાચલી ગામના બે તળાવો ઓવરફ્લો થયા હતા. ભાચલી ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે જ્યારે કેનાલો બનાવવામાં આવી ત્યારે કોઈ પણ જાતની જમીનની તપાસ કર્યા વગર આડેધડ કેનાલો બનાવી દીધી હતી. તેના કારણે અમારા ગામમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. પાણીનો ખાસ નિકાલ ન થવાથી તેનું નુકશાન ગામ લોકોને થઈ રહ્યું છે.

READ ALSO

The post વાવ પંથકમાં ભારે વરસાદને શાળામાં ચાર ફુટ જેટલા પાણી ભરતા રજા જાહેર કરાઈ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next