Advertisement

પોલીસ ભરતી મુદ્દે ગૃહ રાજ્યમંત્રીનું મોટું નિવેદન, આ વખતે થશે પારદર્શક ભરતી કામગીરી: સંઘવી

10:32 PM Oct 17, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સરકાર દ્વારા આગામી સમયમાં આયોજીત પોલીસની ભરતી તેમજ પોલીસની કામગીરી મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું. વડોદરામાં આયોજીત કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે પોલીસ વિભાગમાં ભરતીને લઇને એવી કમિટી બનાવી છે જે રાત દિવસ કામ કરી રહી છે.

તેમણે કહ્યું કે સરકાર દ્વારા એકદમ પારદર્શક રીતે પોલીસની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે ભરતી પ્રક્રિયામાં ટીકાનો ભોગ ભલે બનવું પડે. પરંતુ હું સાચા મનથી ભરતી કરીને બતાવીશ. આ ઉપરાંત હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવી.

હર્ષ સંઘવીએ જણાવ્યું કે પોલીસના જીવનમાં માત્ર બંદોબસ્તનું કાર્ય જ ચાલતું હોય છે. પરંતુ ગુજરાત દેશભરમાં શાંતિ અને સલામતી માટે અવ્વલ નંબરે છે તે પોલીસના કારણે છે. પોલીસના જવાનોએ કોરોનાકાળમાં પણ પોતાનો જીવ જોખમમાં મુકીને ફરજ બજાવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post પોલીસ ભરતી મુદ્દે ગૃહ રાજ્યમંત્રીનું મોટું નિવેદન, આ વખતે થશે પારદર્શક ભરતી કામગીરી: સંઘવી appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next