Advertisement

સાવધાન: વોટ્સએપ દ્વારા પણ ખાલી થઈ શકે છે આપનું બેંક અકાઉન્ટ, હૈકર્સથી બચવા માટે આ કામ કરી નાખો

10:07 AM Jul 09, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

ઈંસ્ટેંટ મેસેજિંગ એપ વોટ્સએપ હવે ફક્ત મેસેજ કરવા સુધી સીમિત નથી રહ્યું. યુઝર્સ પોતાનું લોકેશન બતાવાથી લઈને પેમેન્ટ સુધીની સુવિધાનો લાભ ઉઠાવી રહ્યા છે. પણ જેવુ તે પોપ્યુલર થવાની સાથે હૈકર્સની નજર પણ તેના પર પડી છે. હવે આ એપ દ્વારા ઓનલાઈન બેંક ફ્રોડ પણ થાય છે. સાથે જ હૈકર્સ ઈ વોલેટ અકાઉન્ટ અને યુપીઆઈને પણ હૈક કરી શકે છે. જો આપ ઈચ્છો છો કે, આપના વોટ્સએપ દ્વારા હૈકર્સ નિશાન ન બનાવે તો અમે અહીં આપને અમુક સ્ટેપ જણાવવા જઈ રહ્યા છીએ. જેના વિશે આપને જાણવુ ખૂબ જરૂરી છે.

હૈકર્સના ટાર્ગેટમાં આવતા આવી રીતે બચો

  • જો કોઈ અજાણ્યો શખ્સ આપનો કોન્ટેક કરે, તો તેને રિપ્લાઈ ન આપો. ઉપરાંત જો કોઈ અજાણી લિંક આવે તો તેને પણ ઓપન ન કરતા.
  • ક્યારેય પણ કોઈને પોતાની બેંક ડિટેલ શેર ન કરો. જો કોઈ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડનો પિન, ઈન્ટરનેટ બેંકીંગનો પાસવર્ડ માગે તો ક્યારેય શેર કરતા નહીં.
  • જો કોઈ નંબરથી કોઈ મીડિયા ફાઈલ આવે તો ક્યારેય ડાઉનલોડ કરતા નહીં. બની શકે કે એ ફાઈલમાં વાયરલ હોય, જેનાથી આપનું અકાઉન્ટ ખાલી થઈ શકે છે.
  • આપના ફોનમાં ઓટો ડાઉનલોડ ડિસેબલ કરી નાખો. વોટ્સએપના સેટીંગમાં જઈને ડેટા અને સ્ટોરેજ યુસેઝમાં જઈને સેટીંગ ચેન્જ કરો. તેનાથી કેટલીય ફાઈલો આપોઆપ ડાઉનલોડ નહીં થાય.
  • કોઈ પણ નાનુ મોટુ કૈશ ટ્રાંઝેક્શન તે પછી ભલે બેંકમાંથી કર્યુ હોય, ઈ વોલેટમાં ફોનમાં જે ઓટીપી આવે છે, તે ક્યારેય કોઈ સાથે શેર ન કરો.
  • જો આપનો ફોન ખોવાઈ જાય તો, સૌથી પહેલા વોટ્સએપ ડીએક્ટિવેટ કરો. તેના માટે આપ support@whatsapp.com ઈમેલ કરી શકો છો. અથવા અન્ય ફોનમાં વોટ્સએપ લોગિન કરી શકો.
  • ફોન બદલા પર ફોન સેટીંગમાં જઈને ફોનમાં રહેલો તમામ ડેટા ડિલીટ કરી નાખો અને તેના ફૈક્ટ્રી વર્જન પર રીસેટ કરી જો. જેથી આપની તમામ જાણકારી સેફ રહે.
  • અજાણ્યા અથવા પબ્લિક વાઈ-ફાઈનો ઉપયોગ કરવાથી બચો. તેનાથી હૈકીંગના ચાંસ વધી જાય છે.

READ ALSO

The post સાવધાન: વોટ્સએપ દ્વારા પણ ખાલી થઈ શકે છે આપનું બેંક અકાઉન્ટ, હૈકર્સથી બચવા માટે આ કામ કરી નાખો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next