Advertisement

રંજીત સિંહ મર્ડર કેસ/ ડેરા સચ્ચાના વડા ગુરમીત રામ રહીમ સહિત 5 દોષીઓને આજીવન કેદ

08:11 AM Oct 19, 2021 | Damini Patel |
Advertisement

GSTV

ડેરા સચ્ચાના વડા ગુરમીત રામરહીમ સિંઘ અને બીજા ચારને સ્પેશ્યલ સીબીઆઇ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. તેમના જ સંપ્રદાયના મેનેજર રણજીતસિંઘની ૨૦૦૨માં કરવામાં આવેલી હત્યાના કેસમાં તેમને આ સજા ફટકારવામાં આવી છે. આ પહેલા ૨૦૧૭માં રામરહીમને બે શિષ્યાઓ પર બળાત્કાર કરવા બદલ 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તે હાલમાં રોહતકની સુનારિયા જેલમાં છે. હરિયાણામાં પંચકુલાની સ્પેશ્યલ કોર્ટે રામરહીમ સાથે બીજા ચાર જણા ક્રિશનલાલ, જસબીરસિંઘ, અવતારસિંઘ અને સબ્દિલને આઠ ઓક્ટોબરના ખૂન કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે.

ram rahim parole

સીબીઆઇના સ્પેશ્યલ પ્રોસીક્યુટર એચ પી એસ વર્માએ કડક સુરક્ષા જાપ્તા હેઠળ થયેલી સુનાવણી પછી થયેલી સજા અંગે જણાવ્યું હતું કે કોર્ટે પાંચેયને આજીવન કેદની સજા ફટકારી છે. જો કે સીબીઆઇએ તો તેમના માટે ફાંસીની માંગ કરી હતી. વર્માએ જણાવ્યું હતું કે ડેરાના ચીફને આ ઉપરાંત ૩૧ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો અને તેમાથી અડધી રકમ પીડીતના કુટુંબને મળશે.

પિતાની હત્યા થઈ ત્યારે જગસીરસિંહ આઠ વર્ષનો હતો. તેણે જણાવ્યું હતું કે તેને ચુકાદાથી સંતોષ છે. જો કે તેમનું કુટુંબ તો રામરહીમ માટે મૃત્યુદંડ ઇચ્છતું હતું. વિશાળ અનુયાયી વર્ગ ધરાવતા ડેરા સચ્ચાના વડા હંમેશા વિવાદોમાં રહ્યા છે. 2017માં તેમને બળાત્કારના કેસમાં સજા થતાં પંચકુલા અને સિરસામાં ફાટી નીકળેલી હિંસામાં 40ના મોત થયા હતા. આ સુનાવણી પછી આ સંપ્રદાયનું મુખ્યમથક છે તે પંચકુલ અને સિરસા શહેરમાં સલામતી વ્યવસ્થા વધારે સઘન બનાવી હતી. પંચકુલામાં સેક્શન ૧૪૪ લાદી દેવામાં આવી હતી.

ડેરાના ભૂતપૂર્વ મેનેજર રંજીતસિંહની હત્યા

હરિયાણાના કુરુક્ષેત્રમાં ખાનપુર કોલિયન ગામ ખાતે 10 જુલાઈ 2002ના રોજ આ જ પંથના અનુયાયી તથા ડેરાના ભૂતપૂર્વ મેનેજર રંજીતસિંહની હત્યા કરી દેવાઈ હતી. સીબીઆઇની ચાર્જશીટ મુજબ ડેરાનો વડા માનતો હતો કે તેના વિરુદ્ધમાં ફરતા નનામા પત્રો અને તેને મારી નાખવાના કાવતરા પાછળ રંજીતસિંહ છે. આ પત્રમાં દર્શાવાતું હતું કે કેવી રીતે મહિલાઓનું ત્યાં જાતીય શોષણ કરવામાં આવે છે. બે વર્ષ પહેલા જ પત્રકાર રામચંદર છત્રપતિની હત્યા બદલ સંપ્રદાયને વડાને આજીવન કેદની સજા થઈ હતી.

Advertisement

રામરહીમે કોર્ટની સામે દયાની અરજ કરતાં બ્લડપ્રેશર, આંખ અને કીડનીની બીમારીઓ બતાવી હતી. સીબીઆઇએ ડેરા પ્રમુખની અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે પીડિતે તેને ભગવાન ગણ્યો અને આરોપીએ તેની સામે અપરાધ કર્યો. રંજીત હત્યાકાંડમાં સીબીઆઇએ ત્રણ ડિસેમ્બર ૨૦૦૩માં એફઆઇઆર નોંધી હતી.

Read Also

The post રંજીત સિંહ મર્ડર કેસ/ ડેરા સચ્ચાના વડા ગુરમીત રામ રહીમ સહિત 5 દોષીઓને આજીવન કેદ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next