Advertisement

ગૂજરાત વિદ્યાપીઠ ખાતે ઉજવાયો 67મો પદવીદાન સમારોહ, 1665 વિદ્યાર્થીઓને અપાઈ ઓનલાઇન-ઓફલાઈન પદવી

11:27 PM Oct 18, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

ગૂજરાત વિદ્યાપીઠમાં 67મો પદવીદાન સમારોહ યોજાયો. આ પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે અમદાવાદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. પંકજ ચંન્દ્રા ઉપસ્થિત રહ્યા. પદવીદાન સમારોહમાં  કુલ 1665 જેટલા વિદ્યાર્થીઓને ઓનલાઈન અને ઓફલાઈન રીતે પદવી એનાયત કરવામાં આવી.

કોરોનાના કારણે ગૂજરાત વિદ્યાપીઠમાં ગત વર્ષે પદવીદાન સમારોહ રદ કરવામાં આવ્યો હતો.આ વર્ષે યોજાયેલ પદવીદાન સમારોહમાં ગત વર્ષ અને આ વર્ષના કુલ મળીને 126 જેટલા વિદ્યાર્થીઓને મેડલ અને રોકડ રકમ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. 

ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ઈલાબેન ભટ્ટે દેશમાં ચાલી રહેલ હિંસાના માહોલની સમજ આપતા અહિંસાનો પાઠ વિદ્યાર્થીઓને ભણાવ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post ગૂજરાત વિદ્યાપીઠ ખાતે ઉજવાયો 67મો પદવીદાન સમારોહ, 1665 વિદ્યાર્થીઓને અપાઈ ઓનલાઇન-ઓફલાઈન પદવી appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next