Advertisement

હોમગાર્ડ ભરતી 2021/ ધોરણ 10 પાસ યુવકો માટે ગુજરાતમાં નિકળી 6725 પદ પર હોમગાર્ડની ભરતી, ફટાફટ કરી દેજો અરજી

11:41 AM Oct 22, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

હોમગાર્ડમાં નોકરી કરવા ઈચ્છતા યુવાનો માટે ખુશખબર આવી છે. ગુજરાતમાં હોમગાર્ડની બંપર ભરતી બહાર પાડવામાં આવી છે. દેશમાં અને એમાંય રાજ્યમાં કોરોનાનો કહેર ધીમે ધીમે શાંત થતાં હવે નોકરીઓની તક આવી રહી છે. ત્યારે હવે ઈચ્છુક ઉમેદવાર હોમગાર્ડમાં પણ નોકરી છે, તેના માટે આપ ધોરણ 10 પાસ હોવા જરૂરી છે.નોકરી માટે તમારે જે તે જિલ્લામાં હોમગાર્ડની કચેરી પર સંપર્ક કરવાનો રહેશે. આપને જણાવી દઈએ કે, રાજ્યમાં કુલ 6725 જગ્યાઓ પર હોમગાર્ડની ભરતી કરવામાં આવશે.

અહીં ઉલ્લેખનીય છે કે, આ ભરતી રાજ્યના ચાર કમિશ્નરેટ એરિયા તથા 22 જિલ્લાના યુનિટ/ઝોન/ડીવીઝન ખાતે 6725 સભ્યોની ભરતી કરવાની છે. આ હોમગાર્ડ જવાનોને માનદ સભ્ય તરીકે ભરતી કરવામાં આવશે. જેમાં સરકારને જ્યારે જરૂર પડશે ત્યારે ફરજ પર બોલાવશે. જ્યારે પણ તેમને બોલાવામાં આવશે, ત્યારે સરકારના જે તે સમયના નિયમનુસાર માનદ વેતન આપવામાં આવશે.

અરજી કરવા માટેનું ફોર્મ અહીંથી ડાઉનલોડ કરી શકશો

https://homeguards.gujarat.gov.in/upload/homeguard_bharti_FORM_201021.pdf

લાયકાત

પુરૂષ ઉમેદવાર હોમગાર્ડમાં ભરતી થવા માટે ભારતનો નાગરિક હોવો જરૂરી છે. તેણે ધોરણ 10 પાસ અથવા તેના વધુ શૈક્ષણિક લાયક ધરાવતો હોવો જોઈએ.

વય મર્યાદા

Advertisement

ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તેનો વજન ઓછામાં ઓછો 50 કિલો હોવો જરૂરી છે. હાઈટ પણ 162 સેમી, છાતી 79 સેમી હોવી જોઈએ, તથા 5 સેમી છાતી ફુલાવાની ક્ષમતા ધરાવતો હોવો જોઈએ.

શરતો

અરજી કરનારા ઉમેદવાર કોઈ ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલ હોવો જોઈએ નહીં. ભારતમાં વિધિ દ્વારા નિર્મિત કોઈ કોર્ટ દ્વારા સજા થયેલ હોવી જોઈએ નહીં. અરજદાર કોઈ કોમી સંસ્થા સાથે જોડાયેલ પણ ન હોવો જોઈએ. સાથે જ તેનું કોઈ કોમ્યુનલ બેકગ્રાઉન્ડ ન હોવું જોઈએ. મહિલા ઉમેદવાર હોય તો, વજન 40 કિલો હોવું જોઈએ. હાઈટ તેમની 150 સેમી મીટર હોવી જોઈએ.

પગાર ધોરણ

આ ભરતીમાં પસંદગી પામનારા હોમગાર્જ જવાનને 300 રૂપિયા ભથ્થું તથા 4 રૂપિયા ધોલાઈ ભથ્તુ દરરોજ મળવાપાત્ર રહેશે. આ ભરતી કાયમી કર્મચારી તરીકેની નથી. તેથી કાયમી કર્મચારી તરીકેના કોઈ હકક મળવા પાત્ર નથી.

પસંદગીની પ્રક્રિયા

અરજી કરનારા ઉમેદવારોની શારીરિક કસોટી થશે. જેમાં પુરૂષ ઉમેદવારોએ 1600 મીટરની દોડ 9 મીનિટમાં પુરી કરવાની રહેશે. જ્યારે મહિલા ઉમેદવારોએ 800 મીટરની દોડ 05 મીનિટ અને 20 સેકન્ડમા પુરી કરવાની રહેશે. આ બંને દોડના ગુણ 75 રહેશે.

સત્તાવાર નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો

https://homeguards.gujarat.gov.in/upload/homeguard_bharti_details_201021.pdf

READ ALSO

The post હોમગાર્ડ ભરતી 2021/ ધોરણ 10 પાસ યુવકો માટે ગુજરાતમાં નિકળી 6725 પદ પર હોમગાર્ડની ભરતી, ફટાફટ કરી દેજો અરજી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next