Advertisement

હાઈકોર્ટની લાલ આંખ/ અમદાવાદના 60 ટકા રસ્તા ખરાબ, કાગળ પર નહીં વાસ્તવિક કામગીરી બતાવો, આપણે ખૂબ સહનશીલ પ્રજા છીએ એટલે બધુ ચાલે છે

07:55 AM Oct 23, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

બિસ્માર રસ્તાઓ, ટ્રાફિક અને રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૮માં આપેલા ઐતિહાસિક ચુકાદાનું પાલન ન થયું હોવાની ફરિયાદ સાથે થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં ગુજરાત હાઇકોર્ટે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી અને ટકોર કરી હતી કે બિસ્માર રસ્તાઓ અને ટ્રાફિક મુદ્દે માત્ર કાગળ પર નહીં, વાસ્તવિક કામગીરી કરો. જસ્ટિસ એ.જે. દેસાઇ અને જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની ખંડપીઠે ટકોર કરી હતી કે અમદાવાદના જ ૬૦ ટકા રોડ બિસ્માર હાલતમાં છે. કોર્ટે સરકારને સોગંદનામું રજૂ કરવાનો સમય આપી વધુ સુનાવણી ૨૨મી નવેમ્બરના રોજ નિયત કરી છે.

જસ્ટિસ એ.જે. દેસાઇ અને જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની ખંડપીઠ સમક્ષ આજે  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે છેલ્લાં દસ દિવસમાં કોર્પોરેશન દ્વારા રોજ ૧૦૦થી વધુ ઢોર પકડવામાં આવ્યા છે. આ ઉપરાંત ગત ૧૫ દિવસમાં કોર્પોરેશને આશરે ૫૪,૦૦૦ મેટ્રિક ટહોટમિક્સ મટિરિયલનો ઉપયોગ કરી રસ્તા રિપેર કર્યા છે. વરસાદમાં હોટમિક્સ પ્લાન્ટ કાર્યરત રહી શકે નહીં, તેથી વરસાદની સિઝન પૂર્ણ થયા બાદ અમદાવાદ શહેરની હદમાં આઠથી નવહોટમિક્સ પ્લાન્ટ શરુ કરવામાં આવશે. ભલે આદેશોનું પાલન યોગ્ય રીને ન થયું હોય પરંતુ અન્ય કામો અધિકારીઓ દ્વારા સારી રીતે કરવામાં આવ્યા છે.

સામા પક્ષે અરજદાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે કોર્પોરેશન ભ્રામક આંકડાઓ આપી રહી છે, કુલ કેટલાં ઢોરમાંથી કેટલાં ઢોર પકડાય છે અને કુલ કેટલા કિલોમીટર બિસ્માર રસ્તામાંથી કેટલાં રસ્તા રિપેર થાય છે તેના આંકડાઓ રજૂ થવા જોઇએ. કોર્ટ આદેશો કરે ત્યારે થોડાં દિવસ ગંભીરતાપૂર્વક કામગીરી થાય છે અને ત્યારબાદ બધુ યથાવત્ થઈ જાય છે. જો કે આપણે ખૂબ સહનશીલ પ્રજા છીએ એટલે બધુ ચાલે છે. સારાં રસ્તાઓ આપવા એ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાયાની ફરજ છે, જો એ ફરજ તે ન નિભાવી શકતી હોય તો લોકોને ટેક્સના નાણાનું રિફંડ આપવું જોઈએ.

અરજદારે વધુ રજૂઆત કરતા કહ્યુ હતુ કે રસ્તાઓ રિપેર કરનારા કોન્ટ્રાક્ટરો વિશે જાણકારી મેળવશે તો બહાર આવશે કે તેમને ભૂતકાળમાં બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા. ખોટાં બિલો બનાવવા બગલ અને જે કામ ન થયું હોય તેના રૃપિયા કોર્પોરેશન પાસેથી લેવા બદલ તેમને બ્લેકલિસ્ટ કરવામાં ાવ્યા હતા. ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા મુદ્દે કોર્ટે રાજ્ય સરકારને પ્રશ્ન પૂછતાં જવાબ આપવામાં આવ્યો હતો કે  કેટલાંક આયોજનો બનાવાવમાં આવ્યા છે, જેના વિશે સોગંનામામાં વિગતવાર જવાબ રજૂ કરવામાં આવશે. હાઇકોર્ટે મ્યુનિસિપલ કમિશનર અને ટ્રાફિક વિભાગના સિનીયર અધિકારીને સોગંદનામા પર વિગતવાર જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.

Advertisement

 ખરાબ રસ્તા મુદ્દે અધિકારીઓ સામે કાર્યવાહી થઇ જ નથી!

હાઇકોર્ટના ૨૦૧૮ના આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે બિસ્માર રસ્તાઓ મુદ્દે જવાબદાર ઠરતા અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ કરવામાં આવે અને ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવે. જો કે અરજદાર તરફથી આજે રજૂઆત કરાઇ હતી કે વિજિલન્સ તપાસનો આદેશ હોવા છતાં માત્ર ખાતાકીય તપાસ જ કરવામાં આવી છે અને આ તપાસ પણ અંતિમ તબક્કામાં હોવાનું રટણ ઘણાં સમયથી કરવામાં આવે છે.

ટ્રાફિકની ગંભીર સમસ્યા મુદ્દે કોર્ટની ટકોર

  • – રસ્તાને બન્ને બાજુ થતાં આડેધડ પાર્કિંગ શું કામગીરી થઇ ?
  • – નિર્માણાધિન મેટ્રો બ્રિજની નીચે પાર્ક થતા વાહનોથી વાહનવ્યવહારમાં ખૂબ સમસ્યા સર્જાય છે.
  • – ટ્રાફિક અને પાર્કિંગ ટ્રાફિક પોલીસની જવાબદારી હોય તો અધિકારીઓ શું કરી રહ્યા છે?

READ ALSO

The post હાઈકોર્ટની લાલ આંખ/ અમદાવાદના 60 ટકા રસ્તા ખરાબ, કાગળ પર નહીં વાસ્તવિક કામગીરી બતાવો, આપણે ખૂબ સહનશીલ પ્રજા છીએ એટલે બધુ ચાલે છે appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next