Advertisement

હાઈકોર્ટની સરકારને ટકોર/ હજીરામાં વૃક્ષો કાપી નખાયાં હોય તો સરકાર બમણી જમીન લઈ વળતર વસૂલે, જંગલનું બલિદાન ન આપી શકાય

09:36 AM Oct 23, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

હજીરામાં આર્સેલર મિત્તલ નિપ્પોન લિમિટેડના પ્લાન્ટ મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી કે પ્લાન્ટ માટે વૃક્ષો કપાયા હોય તો નિયમ પ્રમાણે સરકારે ઉદ્યોગ પાસેથી  બમણી જમીન લઇ ઓછાં થયેલા વનવિસ્તારનું વળતર મેળવવું જોઇએ. જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની ખંડપીઠે રાજ્ય સરકારને ટકોર કરી હતી કે સરકાર ઉદ્યોગોને વનનિસ્તાર દૂર કરી કોઇ પ્રોજેક્ટ હાથ ધરવાની મંજૂરી આપે ત્યારે નુકસાન થયેલા વનવિસ્તારનું સમાન વળતર મળે તે બાબત પણ ધ્યાનમાં રાખે.

ગુજરાત હાઇકોર્ટમં કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે સુરત જિલ્લાના હજીરમાં પ્લાન્ટ માટે આર્સેલર મિત્તલે કેન્દ્રીય પર્યાવરણ અને વન  મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવેલા કેટલાંક નિયમો અને શરતોનો ભંગ કર્યો છે. અહીં વન આરક્ષિત ૨૦.૭૬ હેક્ટર વનવિસ્તારનો હેતુફેર કરી મકાનો અનેઅન્ય બાંધકામ ઉભા કરવા પરવાનગી માગવામાં આવી હતી.

જેના  બદલામાં શરત સ્વરૃપે કંપનીના ખર્ચે ભાવનગરના સનાડા ગામમાં ૨૦.૭૬ હેક્ટર નોન-ફોરેસ્ટ જમીન ખરીદી ત્યાં વૃક્ષો ઉગાડી આ વિસ્તારને આરક્ષિત જંગલ બનાવવાનું હતું. બીજી શરતમાં લાયન કોરિડોર વિસ્તારમાં પણ ૧૧૦ હેક્ટર જમીન ખરીદી ત્યાં પણ કંપનીના ખર્ચે વનીકરણ કરવાનું હતું અને લાયન કન્ઝર્વેશન સોસાયટીમાં અમુક ફંડ જમા કરાવવાનું હતુ. અરજદારનો આક્ષેપ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી ૨૦૧૪થી લઇ ઓગસ્ટ-૨૦૨૧ સુધી વારંવાર રિમાઇન્ડર મોકલાવ્યા છતાં કંપનીએ કોઇ કાર્યવાહી કરી નહોતી. તમામ પક્ષોને સાંભળી હાઇકોર્ટે ટકોર કરી હતી કે ઉદ્યોગોના કારણે વનવિસ્તાર ઓછો થઇ રહ્યો હોય તો સરકારે નુકસાનીની ભરપાઇ કરવા બમણી જમીન માગવી જોઇએ. આ ઉપરાંત હાઇકોર્ટે કહ્યું હતું કે હજીરામાં શરતોનું પાલન કરે તેવા યોગ્ય ઉદ્યોગોને જ આવી પરવાનગીઓ આપવામાં આવે. જે ઉદ્યોગો પર્યાવરણને ધ્યાનમાં રાખી ઉત્પાદન અને ટ્રાન્સપોર્ટેશન સહિતની પ્રવૃત્તિઓ કરે તેને જ પરવાનગી આપવામાં આવે. કોર્ટે કહ્યું હતું કે અમે ફરી પુનરાવર્તન કરવા માગીએ છીએ કે વિકાસને લગતી પ્રવૃત્તિઓને સુવિધા આપવી જ જોઇએ પરંતુ તેમાં પર્યાવરણનો ભોગ ન લેવો જોઇએ. 

READ ALSO

Advertisement

The post હાઈકોર્ટની સરકારને ટકોર/ હજીરામાં વૃક્ષો કાપી નખાયાં હોય તો સરકાર બમણી જમીન લઈ વળતર વસૂલે, જંગલનું બલિદાન ન આપી શકાય appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next