Advertisement

Gujarat Flashback 2019 : તીડ અને દીપડો રહ્યો ટ્રેન્ડમાં, તક્ષશિલા અગ્નિકાંડે હચમચાવી નાખ્યા

11:35 AM Dec 28, 2019 | Bansari |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

આ વર્ષ ચોમાસાની દ્રષ્ટીએ અનિયમિતતા સાથેનું રહ્યું.શરૂઆતમાં વરસાદ ખેંચાયા બાદ પાછોતરા આવેલા વરસાદે ખૂબજ વિકટ સ્થિતીનું નિર્માણ કર્યું.અતિભારે વરસાદના કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતીનું નિર્માણ થયું.તો ગુજરાતમાં અતિવૃષ્ટીના કારણે લીલા દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું

વડોદરામાં પૂરની વિકટ સ્થિતિ

વર્ષ 2019નું વર્ષ વડોદરાવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે કેમકે અતિભારે પડેલા વરસાદે વડોદરામાં પૂરની એવી તો વિકટ સ્થિતી સર્જી કે વડોદરામાં એનડીઆરએફને બચાવ કામગીરી માટે ઉતારવાની ફરજ પડી હતી અનેક દિવસો સુધી વડોદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા રહ્યા તો વિશ્વામિત્રી નદીની મસમોટી મગરો પણ વડોદરાના રસ્તાઓ અને સોસાયટીઓમાં ઘૂસી જતા લોકોમાં ડર પેસી ગયો હતો.

સરદાર સરોવર ડેમ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો

ગુજરાતના હૃદયસમા સરદાર સરોવર ડેમ માટે વર્ષ 2019 યાદગાર બની ગયું કેમકે આ વર્ષે જ ઇતિહાસમાં સૌ પ્રથમ સરદાર સરોવર ડેમે તેની સૌથી ઐતિહાસિક સપાટીને સ્પર્શ કરીને ડેમ ઓવરફલો થયો.ગુજરાતમાં ભારે વરસાદની સાથે મધ્યપ્રદેશમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કેટલાય દિવસો સુધી સરદાર સરોવર ડેમમાં પાણીની સતત આવક રહેતા ઘણા દિવસો સુધી ઓવરફલો થતા સરદાર સરોવર ડેમનો અદભૂત નજારો જોવા મળ્યો હતો.જેના કારણે અનેક પ્રવાસીઓ પણ ઉમટી પડયા હતા

વાયુ ચક્રાવાતે ગુજરાતવાસીઓને ફફડાવ્યા

વાયુ ચક્રવાત આ શબ્દએ ગુજરાતવાસીઓને ફફડાવી નાખ્યા હતા.વાયુ ચક્રવાતને લઇને તંત્રએ તો અગમચેતીના ભાગરૂપે આગવી તૈયારી કરી લીધી હતી.પરંતુ વાયુ ચક્રવાતથી ગુજરાત પર મોટી ઘાત આવી રહી હોવાની વાત થી દરેક ગુજરાતી ફફડી ગયા હતા.જો કે વાયુ ચક્રવાતની ક્ષમતા ઘટી જતા સૌ કોઇએ હાશકારો અનુભવ્યો હતો.જો કે વાયુ ચક્રવાતની અસર તળે ભારે વરસાદ જરૂરથી વરસ્યો હતો.

મહા વાવાઝોડાનું સંકટ

Advertisement

વાયુ ચક્રવાતની જેમ મહા વાવાઝોડાએ ગુજરાત પર સંકટની ઘંટડી વગાડી હતી.જો કે વાયુ ચક્રવાત જેવી રીતે નબળુ પડી ગયું હતું.તેવી જ રીત મહાવાવાઝોડુ પણ સમુદ્રમાં જ સમાઇ જતા ગુજરાત પરથી એક મોટી ઘાત ટળી હતી.પરંતુ મહાવાવાઝોડાની અસર તળે સૌરાષ્ટ્રના ઘણા સ્થળોએ કમોસમી વરસાદ વરસ્યો હતો.જેના કારમે ખેડૂતોને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો.

લીલા દુષ્કાળે ખેડૂતોની દશા બગાડી

ગુજરાતમાં આ વર્ષે લીલા દુષ્કાળ જેવી સ્થિતી સર્જાઇ.જેના કારણે ખેડૂતોનો પાક મોટાભાગે નાશ પામ્યો.તેમાં પણ કમોસમી વરસાદ અને કરા પડતા ખેડૂતોની દશા સાવ બગડી ગઇ હતી.જેથી ખેડૂતોની સહાયની માંગ બાદ પહેલા સરકારે 700 કરોડ અને ત્યારબાદ 3750 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી.જે જાહેરાત બાદ ઘણા દિવસ પછી સહાય આપવાની શરૂઆત કરાઇ છે.

પાક વિમાનો મુદ્દો ગાજ્યો

ખેડૂતો માટે પાક વિમાનો મુદ્દે આ વખતે ખૂબજ ગાજયો ખેડૂતોએ પૂરતુ પ્રિમિયમ આપવા છતા પાક વીમો ન ચૂકવાતા ખેડૂતોએ પોતાનો અવાજ બુલંદ બનાવ્યો હતો.આ વાત એટલી ગંભીર બની કે રાજ્ય સરકારે પણ વીમા કંપનીઓ સામે કડક પગલા લેવાની વાત કરવી પડી હતી જો કે વીમા કંપનીઓએ ગત વર્ષના પણ વીમા ચૂકવ્યા ન હોવાના ખેડૂતોના આક્ષેપો છે ત્યારે ચાલુ વર્ષે વીમા કંપનીઓએ માત્ર સર્વે કરીને સંતોષ માન્યો હોય તેવી સ્થિતી જોવા મળી છે.

ખાતર કૌભાંડ

તો આ વર્ષે ખાતરમાં પણ ખાતર પાડવામાં આવ્યુ હોય તેમ ખાતર કૌભાંડનો મુદ્દો પણ ઘણો ગાજ્યો હતો.ખેડૂત સંગઠનોએ આક્ષેપ કર્યો હતો કે ખાતરની થેલીમાં નિયત વજન કરતા ઓછું ખાતર અપાયુ હોવાના આક્ષેપ બાદ ઘણી બધી ખાતરની થેલીઓમાં ઓછું ખાતર હોવાનો ઘટસ્ફોટ થયો હતો.આ અંગે  હર્ષદ રિબડિયાએ આરોપ લગાવ્યો હતો કે, આ 1.5 વર્ષ જૂની થેલીમાં પણ 600 ગ્રામ ખાતર ઓછું છે. તો આ કૌભાંડ ક્યારથી ચાલી રહ્યું છે તેવા આક્ષેપો સાથે કૃષિ મંત્રી પાસે જવાબ માંગ્યા હતા

મગફળી કૌભાંડ

તો ગત્ત વર્ષે મગફળીનું કૌભાંડ સામે આવ્યુ ત્યારબાદ આ વર્ષે મગફળીમાં કોઇ કૌભાંડ ન થાય તેની ચોકસાઇ રખાઇ.પરંતુ આ વખતે પણ ખેડૂતોને મગફળી ફળી ન હતી.કેમકે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પહેલેથી જ મગફળીમાં ઓછો ઉતારો જોવા મળ્યો બાદમાં મગફળીની ખરીદીના કડક નિયમોને લઇને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો કેમકે મગફળીમાં ભેજનું પ્રમાણ વધારે જોવા મળતા અઢળક ખેડૂતોની મગફળી રિજેકટ થતા ઘણા ખેડૂતો પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા જ નહોતા પહોંચ્યા.

તીડનો આતંક

તો અનેક વખત પૂર અને દુષ્કાળોનો સામનો કરી ચૂકેલા બનાસકાંઠા માટે આ વર્ષે તીડ નામનો આતંક બરબાદી લઇને આવ્યો પાકિસ્તાનથી ત્રાટકેલા તીડે બનાસકાંઠાના સરહદના મોટાભાગના ખેડૂતોને બરબાદ કરી નાખ્યા.તો બનાસકાંઠાની સાથે મહેસાણા અને સાબરકાંઠામાં પણ તીડે દેખા દેતા ખેડૂતોની ચિંતા વધી હતી.તો આ મામલે સરકારે રહી રહીને દવાનો છંટકાવ કરવાનું શરૂ કર્યુ હતું.

પેપ્સીકો સામે ખેડૂતોનો કાનૂની જંગ

તો આ વર્ષે ગુજરાતના બટાકા ઉછેરતા 4 જેટલા ખેડૂતોને પેપ્સીકો જેવી આંતરાષ્ટ્રીય કંપની સામે કાનૂની જંગ લડવો પડયો.જો કે બાદમાં ખેડૂતોના ઉગ્ર રોષને જોતા અંતે પેપ્સીકોએ બનાસકાંઠા અને અરવલ્લીના ખેડૂતો સામે કરેલા કેસને પાછો ખેંચવાનો નિર્ણય કરવો પડ્યો હતો.નોંધનીય છેકે પેપ્સીકો કંપનીએ બટાકાના બીજ મામલે ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટના ભંગ બદલ બનાસકાંઠા અને અરવલ્લીના 4 ખેડૂતો સામે કેસ કર્યો હતો.

દીપડાનો ત્રાસ

જૂનાગઢ, અમરેલી અને વિસાવદર પંથકમાં આ વર્ષ દિપડાઓના ત્રાસથી આતંકીત રહ્યું કેમકે આ પંથકમાં આદમખોર દીપડાઓએ એટલી હદે આતંક ફેલાવ્યો કે કેટલીક અમૂલ્ય માનવજિંદગીઓ વેડફાઇ ગઇ હતી.તો ઘણા લોકો દિપડાના હુમલામાં ગંભીર ઇજાઓનો ભોગ બન્યા હતા.જે બાદ આ મામલો ગરમાતા વનવિભાગે દીપડાને ઠાર કરવાનું મિશન હાથ ધર્યુ હતું.જેમાં આદમખોર દીપડાને ઠાર કરીને વનવિભાગે આ પંથકને થોડા ઘણા અંશે ભયથી મુક્ત કર્યો હતો.જો કે આ પંથકમાં હજુ પણ કેટલાક ખૂંખાર દીપડાઓ આતંકની દસ્તક આપી રહ્યા છે.

માતમનું વર્ષ

તો 2019નું વર્ષ સુરતમાં અનેક પરિવારો માટે માતમનું વર્ષ સાબિત થયું કેમકે સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ જેવી હોન્ટેડ ઘટનાના કારણે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ આખોયે દેશ હચમચી ગયો હતો સુરતના તક્ષશિલા કોમ્પ્લેકસમાં લાગેલી આગના કારણે 22થી વધુ વિદ્યાર્થીઓ ભડથુ થઇ ગયા હતા.જીવ બચાવવા અનેક વિદ્યાર્થીઓએ કોમ્પ્લેકસથી છલાંગ લગાવી હતી આ દ્રશ્યોએ ગુજરાતની અનેક ઇમારતની ફાયર સેફ્ટીની પોલ પણ ખોલી હતી.

મોતની રાઇડ

અમદાવાદના કાંકરીયામાં ડિસ્કવરી રાઇડ મોતની રાઇડ સાબિત થઇ હતી.રજાના દિવસોમાં ચિક્કાર ભીડ વચ્ચે મેઇન્ટનન્સના અભાવે ડિસ્કવરી રાઇડ તૂટી પડી હતી.જે કેટલાક લોકો માટે મોતની રાઇડ સાબિત થઇ હતી.આ ઘટનામાં અનેક લોકોને એટલી હદે ઘાયલ થયા હતા કે કાયમી ખોડખાંપણનો ભોગ બન્યા હતા આ ગંભીર ઘટના બાદ કાંકરીયામાં દરેક રાઇડ્સને બંધ કરાવી દેવાઇ હતી જે કાર્નિવલ શરૂ થતા ફરી શરૂ કરાઇ હતી.જો કે કાર્નિવલમાં ડિસ્કવરી રાઇડ્સને ચાલુ નહોતી કરાઇ.

વાસનાના વરૂઓથી ખંડીત વર્ષ

વર્ષ 2019 જાણે વાસનાના વરૂઓથી ખંડીત વર્ષ બની ગયું કેમકે આ વર્ષમાં વડોદરા અને સુરતમાં હૃદય કંપાવી નાખે તેવી દુષ્કૃત્યની ઘટના બની હતી.જેમાં વડોદરામાં નવલખી ગ્રાઉન્ડમાં સામૂહિક દુષ્કૃત્યની ઘટના બની હતી તો સુરતમાં પણ 6 વર્ષની માસૂમ બાળકીને પડોશીએ પોતાની હવસનો શિકાર બનાવી હતી.

મેટ્રો ટ્રેનનો શુભારંભ

તો આ વર્ષમાં અમદાવાદમાં સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત મેટ્રો ટ્રેનનો શુભારંભ કરવામા આવ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ફેઝ-1 અંતર્ગત મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાયો હતો.જેમાં શરૂઆતના 10 દિવસ સુધી તમામ મુસાફરો માટે ફ્રી મુસાફરીનો લાભ પણ અપાયો હતો.

ઉંઝા લક્ષચંડી મહાયજ્ઞ

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

તો વર્ષ 2019ના અંત ભાગમાં ન ભૂતો ન ભવિષ્યતિ સમા ઊઁઝામાં લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું.અનેક રેકોર્ડ સર્જનારા આ મહાયજ્ઞમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા ઉમિયાના દર્શને પહોંચ્યા હતા.અને પાંચ દિવસ સુધી સમગ્ર ઉંઝા ઉમિયામયી બની ગયું હતુ.

Read Also

The post Gujarat Flashback 2019 : તીડ અને દીપડો રહ્યો ટ્રેન્ડમાં, તક્ષશિલા અગ્નિકાંડે હચમચાવી નાખ્યા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next